fbpx
અમરેલી

લીલીયા તાલુકાના આંબા ગામની સીમમાં જુગાર રમતા નવ ઇસમોને કુલ કિં.રૂ.૬૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૦૪/૦૮/૨૦૨૩ ના રાત્રીના લીલીયા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા તાલુકાના આંબા ગામે કરાળ તરીકે ઓળખાતી સીમમાં મોબાઇલ ટોર્ચના અંજવાળે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા નવ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, બે ઇસમો રેઇડ દરમિયાન નાશી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી,પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-

(૧) સોહરાબ સુલ્તાનભાઇ અબડા, ઉ.વ.૩૮, રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, તા.લીલીયા, જિ.અમરેલી,

(૨) મુસ્તાકભાઇ દીલુભાઇ બેલીમ, ઉ.વ.૪૫, રહે.લીલીયા મોટા, સીવીલપરા, તા.લીલીયા, જિ.અમરેલી,

(૩) ઇકબાલ ઉર્ફે મુનો બકુલભાઇ સૈયદ,ઉ.વ.૩૭, રહે.આંબા, દરગાહ પાસે, તા.લીલીયા, જિ.અમરેલી.

(૪) યુનુસભાઇ ભીખુભાઇ ચૌહાણ, ઉ.વ.૪૭, રહે.આંબા, આઝાદ ચોક, તા.લીલીયા, જિ.અમરેલી,

(૫) કાળુભાઇ ગીગાભાઇ સૈયદ, ઉ.વ.૫૭, રહે.આંબા, સિપાઇશેરી, તા.લીલીયા, જિ.અમરેલી.

(૬) મહિપત જીલુભાઇ બોરીચા, ઉ.વ.૨૫, રહે.આંબા,જુના ગામમાં, તા.લીલીયા, જિ.અમરેલી.

(૭) જીગ્નેશ રસીકભાઇ કારીયા, ઉ.વ.૩૩, રહે.લીલીયા મોટા, ધર્મશાળા સામે, તા.લીલીયા, જિ.અમરેલી.

(૮) અશોક પ્રભુદાસભાઇ લશ્કરી, ઉ.વ.૩૫, રહે.આંબા, ચોરા પાસે, તા.લીલીયા, જિ.અમરેલી.

(૯) બશીરભાઇ સુમારભાઇ સીરમાન, ઉ.વ.૪૮, રહે.લીલીયા મોટા, પીપળવા રોડ, તા.લીલીયા, જિ.અમરેલી.

જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમોઃ- (૧) અસલમ સલેમાનભાઇ બાવનકા રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, ગઢ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી.

(૨) મુબારક હસનભાઇ સુમરા, રહે.લીલીયા મોટા, સંધી સોસાયટી, ગઢ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ –

રોકડા રૂ.૨૯,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ કિં.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫,૩૦૦/- નો મુદ્દામાલ. ૮ કિ.રૂ.૩૫,૫૦૦-/- ગંજીપત્તાના પાના નંગ-૫૨

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, નિકુલસિંહ રાઠોડ તથા પો. કોન્સ. તુષારભાઇ પાંચાણી, રાહુલભાઈ ઢાપા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts