લીલીયા તાલુકાના ગામોની ગૌચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવા માલધારી સમાજ દ્વારા આવેદન અપાયું મામલતદાર મારડિયા અને TDO રાદડિયા એ આવેદન સ્વીકારી ઘટતું કરવા ખાત્રી આપી
લીલીયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન ના પ્રમુખ નિર્મલભાઇ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણા ની આગેવાનીમાં આજે તાલુકાના ૩૭ જેટલા ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબા ની જમીનમાં થયેલા દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટી ડી ઓ રાદડિયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ગૌચર જમીનનું દબાણ હટાવવું માપણી અને તે જમીન ખુલ્લી કરવી પશુપાલકોના પશુઓનું વન્ય પ્રાણીઓથી થતું નુકસાન નું વળતર પૂરતું આપવું ગોપાલકો તથા પશુપાલકોને આકસ્મિક સમયે સરકારે પૂરતા વળતર આપવું ગામડાઓમાં પાલતુ પશુઓનું વન્ય પ્રાણીઓ દ્વારા માંરણ અને રંજાડ અટકાવવા સલામતી માટે જોક લગાવવા જરૂરી જમીન સરકારના નીતિ નિયમો પ્રમાણે ફાળવવી તેથી ફરતે રક્ષણ દિવાલ બનાવી આપવી સહિત રાજાશાહી સમયે જે ખેડૂતોને વાવે તેની જમીન ના કાયદા મુજબ આપવામાં આવેલ જમીન વાવેતર પૂર્ણ થયા બાદ પડતર જમીનમાં પશુપાલકો અને માલધારીઓને પશુ ચરાવવા માટે છૂટ આપવા સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી આ તકે મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ વડવાળા હનુમાન ચોકથી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરેલ જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા
Recent Comments