લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે લુંટ કરનાર બે પરપ્રાંતીય ઇસમોને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડીતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગઇ તા.૦૭/૦૨/૨૦૧૩ ના રાત્રિના આશરે બારેક વાગ્યે અશોકભાઈ મધુભાઈ ગજેરા, ઉ.વ.૫૬, રહે.ગોઢાવદર, તા.લીલીયા, જિ.અમરેલી વાળા પોતાની ગોઢાવદર ગામે ઉંડા કેડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ ઘઉંમાં પાણી વાળવાનું કામ કરતા હોય તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો મોઢે બુકાની બાંધી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડ્યા આવી, અશોકભાઇને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી, ઇજા કરી, રોકડા રૂ.૧૭૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ,રૂ,૭૦૦૦/- મળી કુલ કિ.રૂ,૮,૭૦૦/- ની લુંટ કરી, નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે અશોકભાઇએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા લીલીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૩૦૦૨૬/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪, ૪૪૭, ૧૨૦બી, ૩૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આ પ્રકારના ગંભીર અનડીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૨૮/૦૭/૨૦૨૩ નાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લીલીયા, પુંજાપાદર ચોકડી પાસેથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, મજકુર ઇસમોની પારોથી શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવતા મજકુર ઇસમોની સઘન પુછ પરછ કરતા ઉપરોકત લુંટના ગુનાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓ તથા મળી આવેલ લુંટનો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ –
(૧) મહેશ બનસિંહ બામનીયા, ઉ.વ.૩૦, રહે.ભુરીયાકુંડ, તા.ગંઘવાણી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
(૨) તુફાન કનસિંહ નિનામા, ઉ.વ.૨૬, રહે.ગુંગણીદેવ, તા.ગંધવાણી, જિ.ધાર (મધ્યપ્રદેશ
પકડવાના બાકી આરોપીઃ-
(૧) રાજુ ગમુડાભાઇ બામનીયા, રહે.ભુરીયાકુંડ, તા.ગંધવાી, જિ.ધાર (મધ્યપ્રદેશ)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો ા મોડાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૦૦૦/- તથા એક ઓપો કંપનીનો CPH2387. મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- એક ટેકનો સ્પાર્ક કંપનીનો REE મોલનો એન્ડ્રોઇલ મોબાઇલ ફોન કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં. રૂ.૨૨,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ-
આજથી આશરે પાંચેક મહિના પહેલા પકડાયેલ બન્ને આરોપીઓ તથા સહ આરોપી રાજુ ગમુડાભાઇ એમ ત્રણેય ગોઢાવદર સીમ વિસ્તારમાં ખેત મજુરી કામ કરતા હોય, તે દરમિયાન ત્રણેય આરોપીઓ સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવી, મોઢે રૂમાલ બાંધી, હાથમાં લાકડાના ધોકા લઇ ચોરી કરવા નિકળેલ અને ગોઢાવદર ગામની સીમમાં એકવાડીમાં ચોરી કરવા જતા ત્યાં એક ભાઇ ઘઉંમાં પાણી વાળતા હોય, તે ભાઇએ ત્રણેય ઉપર બેટરી કરતા, આ ત્રણેય આરોપીઓએ તેમની પાસેના લાકડાના ધોકા વડે આ ભાઇને ધોકા વડે આડેધડ માર મારી તેના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૭૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની લુંટ કરી ભાગી ગયેલ હોવાની હકિકણ જણાવેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ભગવાનભાઇ ભીલ તથા હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા તથા પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી, ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments