લીલીયા તાલુકાના બવાડી પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક વરુણકુમાર અતુલભાઈ દવેને સિલ્વર મેડલ રાષ્ટ્રીય કક્ષા મેળવ્યું
ઉતર પ્રદેશ રાજ્યમાં પ્રતાપગઢ જીલ્લાના ચીલ્બીલ્લા મુકામે રાષ્ટ્રીય શેક્ષિક મહાકુંભમાં ૧૬ ગણિત મહોત્સવમાં બવાડી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા નવતર કૃતિ ગણિત વિજ્ઞાનની મોબાઈલ એપ્લીકેશન દ્વારા ગણિત વિજ્ઞાન શિક્ષણ આપવવાનું પેપર પ્રેજન્ટેશન કરેલ હતું . ગણિત વિજ્ઞાન શિક્ષક દ્વારા વરુણ દવે મેથેમેટિક્સ પઝલ ગેમ android એપ્લિકેશન નું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું હતું ત્યારબાદ તેની પ્રશ્નોત્તરી આપવામાં આવેલા હતા. શિક્ષક દ્વારા ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવેલી હતી અને સાથે સાથે ઓગ ઑગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી ના વિડિયો પણ દેખાડવામાં આવેલા હતા સાવરકુંડલા મુકામે ગણિત મહોત્સવમાં પ્રથમ ક્રમાંક આવેલ હોય તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ જવાનું થતું હોય તેવાનો પ્રથમ ક્રમાંક આવેલો હતો. વરૂણભાઇ દવેની સિદ્ધિની વાત કરવામાં આવે તો તાલુકાના બેસ્ટ શિક્ષક તરીકે પ્રતિભાશાળી શિક્ષક તરીકે અને સતત છ વર્ષથી ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લે જિલ્લા કક્ષાએ અને સતત ચાર વર્ષથી વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં બવાડી પ્રાથમિક શાળા ભાગ લઈ રહી છે ત્યારે વિવિધ તાલીમઓના તજજ્ઞ તરીકે જી.સી. ઇ. આર. ટી. ગાંધીનગરમાં કેઆરપી તરીકેની કામગીરી પણ કરેલ છે સાથે મોડ્યુલ લેખનમાં પણ ભાગ લીધેલ છે. શિક્ષક દ્વારા સિલ્વર મેડલ પ્રાપ્ત થતા બવાડી ગામના ગ્રામજનો શુભેચ્છા પાઠવેલી હતી ત્યારબાદ શિક્ષક શ્રી ઓ દ્વારા પણ શુભેચ્છાઓ મળેલી હતી. તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ દ્વારા શાળાના શિક્ષકો તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હીનાબેન તથા બીઆરસી શ્રી ભાવેશભાઈ જાદવ તથા ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત દ્વારા શુભેચ્છાઓ પાઠવા પાઠવવામાં આવેલી હતી. લીલીયા ગામના ગ્રામજનો દ્વારા પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી હતી અને તેની નોંધ ગાંધીનગર પણ લેવામાં આવેલી છે.
Recent Comments