કોવીડ -૧૯ અંતર્ગત મહામારી હાલ ઝડપ થી ફેલાવો થઇ રહ્યો છે તે રોકવા માટે સરકાર શ્રી દ્વારા ત્વરિત ગંભીર પગલા લેવામાં આવે. અગાઉ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ની આજીવિકા બંધ થયેલ હતી, અને કોરોના ના કપરા સમયે હોસ્પિટલો, બેડ, દવાઓ, ઓક્સીજન, ઈન્જેકશન, અને વેન્ટીલેટર ના અભાવેખાનગી હોસ્પિટલો દ્વારા લાખોની ઉઘાડી લુટ ચલાવવામાં આવી હતી જેમાં ૩ લાખ થી પણ વધુ લોકો મૃત્યુ પામેલ હતા જેના કારણે આ પરિવાર જનોને આર્થિક પાયમાલી નો સામનો કરવો પડ્યો હતો. તેમજ સરકાર શ્રી દ્વારા માનવ અને પશુ નાં આર્થીક વળતર એક સમાન ધારા ધોરણ રાખીને અસ્વેદનતા પુરવાર કર્યું છે. જે અંતર્ગત આવા લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ-૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલ.
અને તેમાંની ચાર માંગણીઓ પણ જાહેર કરવામાં આવેલી હતી, (૧) કોવીડ-૧૯ માં મૃતક પામેલ ને ૪ લાખ રૂપીયા આપવા (૨) કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓને મેડીકલ બીલ ચ્કવું, (૩) સરકારી તંત્રની નિષ્ફળતા ની ન્યાયિક તપાસ (૪)_ કોવીડ થી અવશાન પામેલ કર્મચારી ઓના સંતાનો-પરિવાર જનો માંથી કાયમી નોકરી જેવી માંગણીઓ છે જેમનો મુખ્ય ઉદેશ અસર ગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે. આમ તમામ માંગણી સાથે લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવેલ તેમા ઉપસ્થિત કોન્ગ્રેસ પ્રમુખ ખોડભાઈ માલવીયા.તાલુકા પંચાયત પ્રમુખ બાહદુર ભાઈ બેરા.સરપંચ જીવનભાઈ વોરા.નિતીન ભાઈ ત્રીવેદી .શબીરભાઈ દલ.તથા કોન્ગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.


















Recent Comments