અમરેલી

લીલીયા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી ને ફાંસી ની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

સમાજ દ્વારા મૌન રેલી કાઢી બાળકી ના આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.
લીલીયા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કોડીનાર તાલુકા ના જંત્રાખડી ગામ ની ગોસ્વામી સમાજ ની આઠ વર્ષ ની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી ને ફાંસી ની સજા થાય તેવી માંગ સાથે મામલતદાર ને મૌન રેલી કાઢી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું તથા બાળકી ના આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી રમેશગીરી ગોસાઈ, પ્રફુલગીરી, દિપકગીરી , ભૂપતબાપુ પૂજાપાદર તથા લીલીયા તાલુકા ના દશનામ ગોસ્વામી સમાજ ના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts