ભેસવડી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાંઆવેલ. આ તકે ધોરણ પહેલામાં ૧૩ બાળકોને તથા આંગણવાડીના બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો. શાળાના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. શાળા પરિવારને સહાય મદદરૂપ થનાર દાતાશ્રીઓનું પણ સાંસદ ના વરદ હસ્તે શાલ સન્માન કરાયું. આ તકે શ્રી અરુણભાઈ પટેલ, વાઇસ ચેરમેન જિલ્લા મધ્ય.સહકારી બેંક, અશોક જોષી જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ અમરેલી, મંજુલાબેન ભરતભાઈ ઠુંમર સરપંચ ભેંસવડી આચાર્ય બિપીનભાઈ ભટ્ટ, સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ. સાંસદ તથા મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
લીલીયા તાલુકા ના ભેંસવડી ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.- સાંસદ ઉપસ્થિત રહ્યા.

Recent Comments