અમરેલી

લીલીયા તાલુકા પંચાયતનું નવું ભવન બનતા સરકારી કામો માટે નાગરિકોને હવે વધુ સુવિધા

અમરેલીના લીલીયા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલીયા તાલુકા પંચાયત નવનિર્મિત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. લીલીયા ખાતે તાલુકા પંચાયત નવી કચેરી રુ. ૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેનું લોકાર્પણ

કરવામાં આવ્યું હતું. લીલીયા તાલુકાના વિકાસના કામો હવે વધુ ઝડપથી આગળ ધપશે, લીલીયા તાલુકાના લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવશે અને તેમને અત્યાધુનિક સગવડો ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ,ગુજરાત સરકાર અંતર્ગત લીલીયા તાલુકા પંચાયતનું નવું ભવન તમામ સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવ્યું છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર વિકાસ કામો માટે પ્રતિબધ્ધ છે.  છેવાડાના નાગરિકોને પણ વિકાસના કામોનો લાભ ઝડપથી મળે તે રીતે રાજ્ય સરકાર દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. લીલીયાની આ નવી તાલુકા પંચાયત કચેરી નિર્માણ થતાં હવે લીલીયા તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ ત્વરાએ આવશે.

      સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સંબોધન કરતા જણાવ્યુ કે, આ નવું ભવન બનતા લીલીયા તાલુકાના પંચાયતલક્ષી વિવિધ કામો માટે વધુ સરળતા રહેશે. વધુ ઉમેરતા તેમણે કહ્યુ કે, સરકારી અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને પણ કામગીરી માટે વધુ સારી સુવિધાઓ મળશે તો તેઓની કામગીરી માટે તેમને સરળતા રહેશે.

      લીલીયા તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિલાસબેન બેરા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત, જિલ્લા અને તાલુકાના સર્વે આગેવાનશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હેતલબેન કટારા સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts