fbpx
અમરેલી

લીલીયા તાલુકા વીસ્તારની જાહેર જનતા સાથે સાઇબર ક્રાઇમ અંગે જન જાગૃતિ સેમીનાર યોજતીલીલીયા પોલીસ તથા સાઇબર ક્રાઇમ અમરેલી

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જેપી ભંડારી સાહેબ અમરેલી વિભાગ, અમરેલી તથા ટી.એચ પટેલ સર્કલ પો.ઇન્સ. અમરેલીનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશન ખાતે લોકોમા સાઇબર ક્રાઇમ અંતર્ગત જન જાગૃતિ સેમીનારનુ આયોજન કરવા સુચના થઇ આવેલ હોય જે અંતર્ગત શ્રી એસ આર ગોહીલ પો.સબ.ઇન્સ શ્રી લીલીયા પોલીસ સ્ટેશન નાઓની અધ્યક્ષતામા પો.સબ ઇન્સ. શ્રી જેએમ.કડછા સાહેબ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા તા.૦૫/૧૦/૨૦૨૩ ના રોજ સાઇબર ક્રાઇમ સેમીનારનુ આયોજન કરવામા આવેલ હતું.

આ દરમ્યાન લોકોમા સાઇબર ફ્રોડ બાબતે માહીતગાર કરી સાઇબર ફ્રોડ કરતા ઇસમોથી બચવા શું કરવું અને કેવી રીતે આવી પ્રવૃતિ અટકાવવી તેમજ સાઇબર ક્રાઇમથી બચવા કઇ બાબતોનુ ધ્યાન રાખવુ તેમજ મોબાઇલોમા આવતી લોભામણી જાહેરાતો તેમજ બીન જરૂરી એપ્લીકેશન તથા લોન મેળવવા અંગેની એડવેટાઇઝ અને અન્ય સોશ્યલ મીડીયાના માધ્યમથી અવનવી તરકીબોથી લોકોની સાથે છેતરપીડી કરતા સાઇબર ફ્રોડ સામે જન જાગૃતિ લાવવા અંગે જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપવામા આવેલ અને લોકોને સાઇબર ક્રાઇમથી બચવા સજાગ કરી આવી પ્રવૃતિ ટાળવા જાગૂત કરેલ તેમજ કોઇ ફોન કોલમા ઓટીપી પાસ વર્ડ કે પોતાની અંગત માહીતી કોઇ પણ અજાણી વ્યકતિ કે જે બેંક માંથી બોલુ છુ. કે અંગણવાડીમાંથી બોલુ છુ.

કે કોઇ હિન્દી કે ભાષામાં તમારી માહીતી મેળવવાની કોષીશ કરતા હોય તો સજાગ થવુ અને કોઇ પણને અંગત માહીતી ઓટીપી પાસવર્ડ કે અન્ય માહીતી આપવી નહી કે કોઇ પણ અજાણી લીંક કલીક નહી કરવી તથા અન્ય કોઇ રીતે ફસાવવા કોશીષ કરતા તેમજ કોઇ અજાણ્યા ન્યુડ વિડીયો કોલ તેમજ વ્હોટસઅપ કોલ કે અન્ય ફોન કોલ આવતા હોય તો તેનાથી બચવા અને કોઇ પણ અંગત માહીતી નહી આપવા કે કોઇ દબાણમાં આવી રૂપીયા માંગેતો નહી આપવા તથા અજાણી સ્કીમની લાલચમા આવી કોઇ પણના ખાતામા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર નહી કરવા તથા બેંક ખાતાની માહીતી ન આપવી કે કોઇ બેંકમા પૈસા નહી મોકલવા જાગૃત કરવામા આવેલ તથા આવી ભુલ થઇ ગયેલ હોય તો તુર્તજ સ્ટેટ સાઇબર ક્રાઇમ ગાંધીનગર ખાતે ટોલ ફ્રી નં-૧૯૩૦ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવામા આવેલ તેમજ સાઇબર ક્રાઇમ અંગે લોકોમા જાગૃતિ લાવવા અંગે માર્ગદર્શન આપવામા આવેલ અને સાઇબર ક્રાઇમ અંતર્ગત જન જાગૃતિ સેમીનારનુ લીલીયા પોલીસ સ્ટેશન તથા સલડી ગામ ખાતે સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ગોગા મહા

Follow Me:

Related Posts