આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે . ગાપાડાઓથી લઈને શહેરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . નગરજનો તિરંગા યાત્રાના વધામણા કરી રહ્યા છે . આપણા દેશના સ્વાભિમાન સમા તિરંગાને હરકોઈ સલામી આપી રહ્યા છે . આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વર્ષ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈ રહ્યું છે .
ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાની આગેવાનીમાં લીલાયા અને દામનગરમાં ભવ્યાતિન્વય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે , વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જગતભરમાં તિરંગાનું માન સન્માન વધ્યું છે .
પ્રત્યેક ભારતીય પોતાના ઘરે , પોતાના કામના સ્થળે ગૌરવભેર તિરંગો લહેરાવી શકે એ માટે ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા તિરંગાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી પ્રત્યેક વ્યક્તિ સન્માન સાથે તિરંગો લહેરાવી શકે . કુંડલા , રાજુલા જાફરાબાદ અને બગસરામાં યોજાયેલી તિરંગા યાત્રામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા અને આજરોજ દામનગર , લાઠી અને લીલીયામા તિરંગા યાત્રાને ભવ્યાતિભવ્ય સફળતા મળી હતી . આ તિરંગા યાત્રામાં સમાજ શ્રેષ્ઠીઓ , આગેવાનો , સંગઠન પદાધિકારીઓ , ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા .


















Recent Comments