અમરેલી

લીલીયા ના ગોઢાવદર ગૌશાળા માં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાય ગાય આધારિત જીવામૃત કૃષિ ખર્ચ વગર ની ખેતી અંગે સંકલ્પ લેતા ખેડૂતો

લીલીયા તાલુકા ના ગોઢાવદર ગામે શ્રી,ભરતભાઇ નારોલા ની ગૌ શાળા એ પ્રાકૃતિક ખેતી ની શિબિર યોજાયેલ જેમાં આજે કિસાન સન્માન નિધિ ની યોજના નવા વર્ષ ૧.જાન્યુઆરી ૨૦૨૨  ના દિવસે અમરેલી ખાતે ના કૃષિ વિજ્ઞાનિક ના પરમાર સાહેબ કાચડિયા સાહેબ અને પ્રજાપતિ સાહેબ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ભીખાભાઇ પટોળીયા તેમજ ઘનશ્યામભાઈ રાજપરા અને હસમુખભાઈ માંગરોળિયા અને ભરતભાઇ ચોવટીય અને અમરેલી જિલ્લા નું પ્રાકૃતિક ખેતી નું નેતૃત્વ  કરતા ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઇ નારોલા ની ગૌ શાળા એ ગામ ના ખેડૂતે નવા વર્ષ માં પ્રકૃતિ ખેતી ઝેર મુક્ત કૃષિ વિશેષ માહિતી મેળવી અને ઘણા ખેડૂતો એ સંકલ્પ લીધા આ દિશા તરફ આગળ વધવું ભવિષ્ય માટે અને દેશ માટે ફાયદા કારક છે અને શિબિર ના માધ્યમ થી ખેડૂત ને પ્રાકૃતિક ખેતી વિશેષ માહિતી મેળવી હતી અને ગાય એ વિશ્વ વંદનીય છે તેવો અહેસાસ અનુભવ્યો હતો

Related Posts