અમરેલી

લીલીયા પોલીસ સ્ટેશન ખાતે ૫ ઓક્ટોબરના ૨૫ જેટલા વાહનો જાહેર હરાજી

લીલીયા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ કુલ ૨૫ જેટલા વાહનોની હરાજી આગામી તા.૦૫/૧૦/૨૦૨૧ ના લીલીયા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ છે. રસ ધરાવતા વેપારીઓએ હરાજીના સમય પહેલા રૂા.૫૦૦૦/- રોકડ ડીપોઝીટ ભર્યાથી જીએસટી પ્રવર્ત ધરાવતા વેપારીઓ હરરાજીમાં ભાગ લઇ શકશે. ઓફર સ્વીકારનાર વેપારીએ ઉપજેલ રકમ સાથે જીએસટીની રકમ ચુકવી રસીદ રજુ કરવાની રહેશે. હરાજી કરવાના વાહનો લીલીયા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જોઇ શકાશે. વધુ વિગતો માટે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા લીલીયા પોલીસ સ્ટેશનના ફોન નં.- ૦૨૭૯૩-૨૩૭૫૪૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે. હરાજી મંજુર કરવી કે નહી તેનો અબાધિત અધિકાર હરરાજી કરનાર સક્ષમ અધિકારીનો રહેશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts