પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી દ્વારા અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ ફોન જરૂરી આધાર-પુરાવા કે બીલ વગરનાં વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.જી.ઓ.ટીમ લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે લીલીયા ટાઉનમાં નાવલી મેઇન બજારમાં અલગ-અલગ મોબાઇલની દુકાન નામે રામ મોબાઇલ, વેલકમ મોબાઇલ,અમી મોબાઇલ, નામની મોબાઇલની દુકાનોમા બિલ વગરના મોબાઇલ ફોનનુ વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઈસમોને બિલ વગરના મોબાઇલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી:-
(૧) ભદ્રેશભાઈ રમેશભાઈ ભાલાળા ઉ.વ.-૩૬ ધંધો-વેપાર રહે. લીલીયા કીકાણી પ્લોટ તા.લીલીચા જિ.અમરેલી. (૨) ચીરાગભાઇ જયંતીભાઇ ગજેરા ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહે. ગોઢાવદર પ્લોટ વિસ્તાર તા.લીલીયા જિ.અમરેલી. (૩) હીતેષભાઈ ભીખાભાઇ લુણાગરીયા ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે. લીલીયા કીકાણી પ્લોટ તા.લીલીયા જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલ : અલગ-અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૭૩, કિ.રૂા.૨,૪૪,૩૪૦/- ના મુદ્દામાલ
સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ અર્થે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઇ. નાજભાઇ પોપટ તથા રફીકભાઇ રાઠોડ તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મહેતા તથા ગોબરભાઈ લાપા તથા પો.કોન્સ.સુરેશભાઇ ચૌહાણ તથા સ્વાગતભાઇ કુવરીયા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments