અમરેલી

લીલીયા પો.સ્ટે., વિસ્તારમાંથી IPL પંજાબ કિંગ્સ અને સન રાઈઝ, હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલ આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં એક સટ્ટોડીયાને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ હાલમાં આઇ.પી.એલ. ક્રિકેટ મેચ શરૂ હોય, અને તેના ઉપર ક્રિકેટનો હાર-જીતનો જુગાર રમાતા હોય અને આ ક્રિકેટ સટ્ટાના જુગાર રમવાથી ઘણા પરીવારો આર્થિક નૂકસાની ભોગવતાં હોય છે. જેથી જીલ્‍લામાંથી આવી જુગારની બદીને સદંત્તર નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે લીલીયા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામનાં સતીશભાઇ દેવરાજભાઇ સવસવિયા રહે. પુંજાપાદર વાળો પુંજાપાદર, વાણંદશેરી, ’’ સવસવિયા પરીવારનાં કુળદેવી ’’ ખોડીયાર માતાજીનાં મઢ પાસે, તા.લીલીયા, જી.અમરેલીવાળો પોતાનાં રહેણાંક મકાને પોતાના મોબાઇલ ઉપર ઓનલાઇન ક્રિકેટ લાઇવ ગુરૂ એપ્લીકેશન ઉપર આવતા ક્રિકેટ મેચ ઉપર પૈસાથી ક્રિકેટ સટ્ટો પોતાના આર્થિક ફાયદા સારૂ, આઇ.પી.એલ. ક્રિકેટ મેચનો ઓન લાઇન હાર-જીતનો સટ્ટો મોબાઇલ ઉપર રમી રહેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમ:-
1️⃣ સતીશભાઇ દેવરાજભાઇ સવસવિયા ઉવ.-૪૫, ધંધો-મજુરી, રહે.પુંજાપાદર, વાણંદશેરી, ’’ સવસવિયા પરીવારનાં કુળ દેવી ’’ ખોડીયાર માતાજીનાં મઢ પાસે, તા.લીલીયા, જી.અમરેલી
પકડવાનો બાકી રહેલ ઈસમ :-
2️⃣ પીયુષભાઇ નાંમનો વ્યકિત મો.નં.-૬૩૫૪૪૮૯૮૩૨, ૯૬૮૭૮૯૯૯૯૯ રહે. હાલ અમદાવાદ.

પકડાયેલ મુદામાલઃ-

મજકુર પકડાયેલ ઈસમ પાસેથી IPL (ઈન્ડીયન પ્રિમીયમ લીંગ) ક્રિકેટ લાઇવ ગુરૂ એપ્લીકેશન ઉપર આવતા ક્રિકેટ મેચ પંજાબ કિંગ્સ અને સન રાઈઝ, હૈદરાબાદ વચ્ચે ક્રીકેટ મેચ ઉપર પૈસાથી ક્રિકેટ સટ્ટો પોતાના મોબાઇલમાં રમી રમાડતા પકડાઇ જતા મજકુર ઈસમની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા-૭,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂા.૩૨,૦૦૦/-તથા ચાર્જર-૧, કિ.રૂા.૫૦/- તથા બોલપેન નોટ બુક વિગેરે સાહિત્ય કિ.રૂા.૦૦/- મળી કુલ રૂા.૩૯,૮૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ લીલીયા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અમરેલીનાં પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમ ને IPL (ઈન્ડીયન પ્રિમીયમ લીંગ) પંજાબ કિંગ્સ અને સન રાઈઝ, હૈદરાબાદ વચ્ચે રમાઇ રહેલ આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં એક સટ્ટોડીયાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Related Posts