fbpx
અમરેલી

લીલીયા – બાબરા – મતીરાળા – અમરેલી રૂટની બસનો સમય ફેરવવા માંગણી. વિભાગીય નિયામકને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તળાવિયા.

લીલીયા – બાબરા – મતીરાળા – અમરેલી બસ સવારે લીલીયા થી ઉપડી અંટાળીયા – લુવારીયા – અકાળા – લાઠી – શેખ પીપરિયા – ગળકોટડી – બાબરા – શેખ પીપરિયા – લાઠી – ટોડા – કેરાળા – માળવિયા પીપરિયા – મતીરાળા – અલી ઉદેપુર – માળવિયા પીપરિયા – વરસડા – ઇશ્વરીયા થઈ અમરેલી સવારે શાળા / કોલેજના સમયે ૮.૩૦ કલાકે આવતી હતી. આ બસમા જુદા જુદા ગામના અંદાજે ૪૦ વિદ્યાર્થી ભાઈ – બહેનો અમરેલી અભ્યાસ કરવા આવે છે. હાલ આ બસ અમરેલી આવતા લગભગ ૯.૩૦ વાગી જાય છે. વિદ્યાર્થીઓ દરરોજ એક કલાક મોડા પડે છે. તો આ અંગે ઘટતું કરવા પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય નિયામક – અમરેલીને પત્ર પાઠવી રજુઆત કરી છે. તેમણે આ અંગે ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પણ રજુઆત કરી છે.

Follow Me:

Related Posts