fbpx
અમરેલી

લીલીયા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં જન સુવિધા સુવ્યવસ્થિત રીતે કાર્યરત

તા. ૧૧.૧૦.૨૦૨૩ ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં લીલીયા તાલુકાની આધારકાર્ડ સુવિધા બંધ હોવાના નકારાત્મક અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. મામલતદાર લીલીયા દ્વારા જાહેર જનતા જોગ સ્પષ્ટતા મુજબ લીલીયા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં જન સુવિધા સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. ઉપરાંત છેલ્લા એક માસમાં ૫૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ, તે તમામ અરજીનો નિકાલ એક જ દિવસમાં કરવામાં આવ્યો છે. આજ દિન સુધીમાં એકપણ અરજી નિયત સમયમર્યાદા કરતાં વધુ સમયથી પેન્ડીંગ નથી. ઇ-ધરા કેન્દ્ર ખાતે ૫૨૨ થી વધુ નોંધ દાખલ કરી નિકાલ કરવામાં આવ્યો છે.

૪૫ દિવસથી વધુ સમયની એકપણ નોંધ હાલ પેન્ડિંગ નથી. તેમજ અન્ય કોઈ અરજી પણ નિયત સમય મર્યાદાથી વધુ મુદ્તની અરજીઓ પેન્ડિંગ નથી. આમ, મામલતદાર લીલીયા કચેરી ખાતે અરજદારો તથા સામાન્ય નાગરિકો માટેની વહીવટી કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ રહી છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સંવર્ગની તમામ જગ્યાઓ ઉપર કર્મચારીઓની નિમણુક પણ કરવામાં આવી છે. આધારકાર્ડ અપડેટ લગત કામગીરી પણ રાબેતા મુજબ ચાલુ છે અને દૈનિક ધોરણે ૩૦ થી વધુ અરજદારોના આધાર કાર્ડ અપડેટ લગત કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર શ્રી દ્વારા નક્કી થયેલ નિયત ફી લેવામાં આવે છે. નવા આધારકાર્ડ માટેની કામગીરી તા.૨૬.૦૯.૨૦૨૨થી હાલ માત્ર અમરેલી મુખ્ય મથક ખાતે જ થાય છે. નવા આધારકાર્ડમાં ગેરરીતિ ન થાય તે તકેદારી માટે સરકારશ્રી તરફથી ખાસ પ્રકારની કીટ કાર્યરત છે. જે સુવિધા હાલ તાલુકા મથકે ઉપલબ્ધ નથી. આ બાબત નીતિ વિષયક છે તેમ મામલતદાર લીલીયાની એક સ્પષ્ટતા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts