અમરેલી

લીલીયા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા ધોરાજીયા

લીલીયા માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ તરીકે પુર્વ ધારાસભ્‍ય હનુભાભા ધોરાજીયાની વરણી થઈ તેમજ ઉપ પ્રમુખ તરીકે અમરેલી જિલ્‍લા પંચાયત બાંધકામ સમીતીના પુર્વ ચેરમેન અને મળતાવડા સ્‍વભાવવાળા મગનભાઈ દુધાતની વરણી થતા આજ રોજ તાલુકા ભાજપ ટીમ દ્વારા બન્‍ને મહાનુભાવોનું સન્‍માન કરાયું હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી હસમુખભાઈ હપાણી કાંતીભાઈ શિંગાળા પ્રમુખ લેઉવા પટેલ સમાજ ભીખાભાઈ ધોરાજીયા ઘનશ્‍યામભાઈ મેઘાણી, જીગ્નેશ સાવજ, આર.બી.ભાલાળા, વિજયભાઈ ગજેરા, મુકેશભાઈ બુટાણી શાંતીભાઈ સવસવીયા, ઈમરાન પઠાણ, જીતુભાઈ લાઠીયા, સહીતના કાર્યકરો ઉપસ્‍થિત રહેલ તેમ ઈમરાન પઠાણની યાદીમાં જણાવેલ છે.

Related Posts