અમરેલી

લીલીયા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

અંધત્વ નિવારણની કામગીરીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)નું સવિશેષ યોગદાન
 
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના પ્રોજેક્ટ અંધત્વ નિવારણ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી બીજો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લીલીયા મોટાના હોલમાં તા.૦૬-૧૨-૨૦૨૩ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો.
આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના પ્રમુખ શ્રી બાબુભાઈ ધામત  અને લીલીયા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી મગનભાઈ વિરાણી દ્વારા કરવામાં આવેલ હતું અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને દર મહિને નેત્ર નિદાન માટેના ચાર-ચાર કેમ્પ યોજીને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી તેમજ આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી.


આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દર્શિતભાઈ ગોસાઈ અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૪,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૩૧ આંખ રોગના દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૮ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટેલાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી ટ્રેઝરર લાયન બિમલભાઈ રામદેવપુત્રા, પ્રોજેક્ટ ચેરપર્સન લાયન રમેશભાઈ ગોલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન સાહસભાઈ ઉપાધ્યાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ ધામત, ઉપપ્રમુખશ્રીમનસુખભાઈ ગણેશભાઈ ગાંગડીયા, મંત્રીશ્રી બટુકભાઈ બી. સોળીયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ અને શ્રી દુષ્યંતભાઈ પારેખ, શ્રી અનિલભાઈ પારેખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Posts