લીલીયા મોટા ખાતે ગાયો ને આર્યુવેદીક લાડવા ખવરાવવા માં આવ્યા
લીલીયા મોટા ખાતે ગાયો ને આર્યુવેદીક લાડવા ખવરાવવા માં આવ્યા હાલ સમગ્ર પંથકમાં લંમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અનેક ગાયમાતા એનો શિકાર બની રહી છે ત્યારે લીલીયા ના સેવાભાવિ લોકો જેમાં ગોપાલ ગૌશાળા યુવા ગ્રુપ વેલનાથ ગ્રુપ તેમજ હનુમાન ચાલીચા ગ્રુપ તેમજ ગૌ પ્રેમી ઓ દ્વારા ગૌમાતા ને આર્યુવેદીક લાડવા ખવરાવવા માં આવી રહ્યા છે આ તમામ ગૃપ ના લોકો દિવસ દરમ્યાન ખેતી કામ તેમજ મજૂરી કામ કરી અને રાત્રી દરમ્યાન ગૌ માતા ની સેવા કરેછે આ તમામ ગૌ પ્રેમી ઓ ની સેવાકીય પ્રવૃત્તિ ને સમગ્ર પંથક ના લોકો બિરદાવી રહ્યા છે.
Recent Comments