લીલીયા મોટા ખાતે ઘર ઘર ગેસ કનેક્શન માટે પાઇપલાઇનનું ખાતર્મુહત કરતા આ વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન છેવાડા ના ઘર સુધી પહોંચાડવા મા આવશે આ લાઈન અંદાજે 18 કિલોમીટર જેટલી ગામમાં પથરાશે જ્યારે વિકાસપ્રેમી સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા ત્રણ વર્ષથી મોટી પાઇપલાઇન ગામના બંને છેડે નાખેલ હોય ત્યારે આજ દિવસ સુધી એ લાઈન બાબતે કોઈ એ કઈ કામ ગિરી કરેલ ન હોય જે કામ આજ રોજ લીલીયા ગ્રામ પંચાયત સરપંચ તથા સર્વે સભ્યોના સહયોગથી થવા જઈ રહ્યું છે અને લીલીયા માટે ગૌરવ ની વાત તો એ છે કે અમરેલી જિલ્લાની અંદર સર્વપ્રથમ ગ્રામ પંચાયત તેમજ ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ઘર ઘર ગેસ કનેક્શન આપવામાં આવશે.
બુકિંગ પણ આવતી કાલથી શરૂ કરી દેવામાં આવશે બુકિંગ કરાવનારને આધાર કાર્ડ અને વેરા પાવતી સાથે લાવવા સરપંચ દ્વારા જાણ કરવામાં આવે છે અને તમામ ગ્રામજનો દ્વારા તેમજ વેપારીઓ દ્વારા ધારાસભ્ય દુધાત તેમજ લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા ની કામગીરી બિરદાવવા માં આવી રહી છે આ તકે લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવિયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી બહાદુરભાઇ બેરા જીવરાજભાઈ પરમાર વિજયભાઈ શેખલીયા વિજય કોગથિયા તુષારભાઈ ધોરાજીયા આરબી ભાલાળા દકુ ભાઈ બુટાણી ધર્મેશ ડુંગરિયા શબ્બીર દલ રૂપેશ ભરવાડ સહિતના ગ્રામ પંચાયતના સદસ્યો કોંગ્રેસી કાર્યકરો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
Recent Comments