લીલીયા મોટા ખાતે ધારાસભ્ય કસવાલા દ્વારા આયુષ્યમાન વય વંદના કાર્યક્રમ યોજાયો

લીલીયાના બ્યુટીફિકેશન માટે ધારાસભ્ય કસવાલા દ્વારા અલગ-અલગ સ્થળોની મુલાકાત કરાઇ
લીલીયા મોટા ખાતે આજરોજ તા.8/2/2025 ના રોજ ધારાસભ્ય મહેશભાઇ કસવાલા દ્વારા
આયુષ્યમાન વય વંદના કેમ્પ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં 70 વર્ષથી ઉપરની ઉંમરના લોકો એ
આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો ત્યારબાદ ધારાસભ્ય દ્વારા લીલીયા ના માથાના દુખાવા સમાન
ગટર પ્રશ્ન હોય જેમનું રિનોવેશન કામ હાલ ચાલી રહ્યું હોય તેમની સ્થળ મુલાકાત કરી જેમાં પંપીંગ સ્ટેશન
નંબર 4 પર જઈ મુલાકાત કરી પંપીંગ સ્ટેશન પર આવેલ નવી મોટરોનું નિરીક્ષણ તેમજ મેઈન લાઈન ના કામ
ની પણ સ્થળ તપાસ ધારાસભ્ય દ્વારા કરાઈ ત્યાર બાદ લીલીયા થી પુંજાપદર જતો માર્ગ જે નાની સિંચાઈ ની
હદમાં હોય ત્યારે જિલ્લા પંચાયત બાંધકામ કચેરી ને જગ્યા સોપી આપી નવો ઓવર બ્રિજ બનાવવાના સ્થળની
પણ મુલાકાત ધારાસભ્ય કસવાલા દ્વારા કરવામાં આવી સાથે સાથે શ્યામ વાડી થી અમરેલી બાયપાસ રોડનું
ખારી નદીના કાંઠે રિવર ફ્રન્ટ કરવાના શુભ હેતુ સાથે એમની પણ સ્થળ મુલાકાત કરાઇ તેમજ લીલીયા ની
નાવલી નદી ગામ ની વચો વચ પસાર થતી હોય અને અવારનવાર લીલીયામાં તેમજ ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ
થવાથી વેપારીઓને દુકાનો તેમજ આજુબાજુના વિસ્તારો જેમાં હનુમાન પરા,તળાવ પ્લોટ,મફત પ્લોટ જેવા
ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની અંદર પાણી ઘુસી જાય છે અને અવારનવાર નુકસાન કરતું હોય ત્યારે આ બાબતે
ધારાસભ્ય કસવાલા દ્વારા ખાસ ચિંતા વ્યક્ત કરવા માં આવી હતી આ તકે ઇન.T.D.O
માળવીયા,ડૉ.સિધ્ધપુરા,લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, કેતનભાઇ
ઢાકેચા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી,લીલીયા
ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા,ભનુભાઈ ડાભી, કાંતિભાઈ શિંગાળા, હિંમતભાઈ માસ્તર, ભાસ્કરભાઈ
પટેલ, કેપ્ટન ધામત, યોગેશભાઈ દવે,સહિતના લોકો ઉપસ્થિત રહેલ.
Recent Comments