લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ ઉત્સવ
લીલીયા મોટા ખાતે વેલનાથ યુવા ગ્રુપ તેમજ સમગ્ર સુવાળીયા કોળી સમાજ દ્વારા તા.૧૬/૪/૨૨ ના રોજ સંત વેલનાથ બાપુ ની તિથિ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમાજ માં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી અંધશ્રદ્ધા દૂર થાય વ્યસન મુક્તિ કુરિવાજો આપસ માં ભાઈચારો વધે અને જ્ઞાતિ સંગઠન વધે તે માટે આ તિથિનું આયોજન કરેલ છે આ પ્રસંગને દીપાવવા આ અમૂલ્ય અવસર ને આપણા સહુ નો ગણી સમાજ માં ખભે ખંભો મિલાવી સહકાર થી આ પ્રસંગને દીપાવવા સમાજ ના દરેક જ્ઞાત્તિ ભાઈઓ બહેનો ને લીલીયા મોટા ના આંગણે પધારવા લીલીયા તાલુકા ના સર્વો જ્ઞાતિબંધુઓને બાપા ની પ્રસાદી લેવા લીલીયા સમગ્ર સુવાળીયા કોળી સમાજ લીલીયા તેમજ વેલનાથ યુવા ગ્રુપ લીલીયા દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતા ને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.
Recent Comments