લીલીયા મોટા ખાતે સરદાર સાહેબની જયંતિ નિમિત્તે પ્રતિમાઓને ફુલહાર કાર્યક્રમ રાખવામાં આવેલ
આજરોજ લીલીયા મોટા ખાતે શ્રી સરદાર સાહેબની જયંતિ નિમિત્તે તેમજ જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાનેથી પ્રતિમાઓને ફુલહાર કાર્યક્રમ રાખવામાં આવેલ સાથે સાથે મોરબીમાં બનેલ દુર્ઘટનામાં પ્રભુચરણ પામેલા લોકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંને જયંતિ સાદાઈથી ઉજવવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા પૂર્વ પ્રમુખ બાબુભાઈ ધામત વિજયભાઈ ગજેરા આનંદભાઈ ધાનાણી ઘનશ્યામભાઈ મેઘાણી એડવોકેટ સવજીભાઈ સહિતના તાલુકા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેલ.
Recent Comments