અમરેલી

લીલીયા મોટા ના અંટાળીયા મહાદેવ ખાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ ની કારોબારી મિટિંગ યોજાઈ

લીલીયા મોટા ના અંટાળીયા મહાદેવ મંદિરે અમરેલી જિલ્લા કોંગ્રેસ  કારોબારી મિટિંગ યોજાઈ જેમાં નવા હોદ્દેદારો ની વર્ણી કરવામાં આવી હતી અને અમરેલી જીલ્લા ના કોંગ્રેસ ના કોંગી કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ના વરદ હસ્તે  દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી   અમરેલી જિલ્લા ના કોંગ્રેસ ના તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો તેમજ દરેક કોંગ્રેસ ના હોદેદારો આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા અને દરેક મહેમાનો ને પુષ્પ ગુચ્છ આપી ને સન્માન કરવા માં આવ્યું હતું.

આ મિટિંગ માં આગામી ચૂંટણી ની લઈ ચર્ચા કરવામાં આવી  જેમાં અમરેલી ના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી,પ્રતાપભાઈ દુધાત તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ મીટીંગ માં પ્રતાપભાઈ દુધાતે સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણા સંગઠન ને મજબુત કરવાની જરૂર છે અને વધુ માં જણાવ્યું હતું કે હાલ અમરેલી માં રેતી મેળવી ખુબજ મુશ્કેલ બની છે ને દિવસે ને દિવસે ભાવ માં પણ વધારો થતો જાય ને કોંગ્રેસ પરિવાર દ્વારા સરકાર ને રજૂઆત કરવામાં આવશે રેતી બાબતે જો પછી સરકાર દ્વારા સકારત્મક જવાબ નહિ મળે તો દરેક જીલ્લા ના ખેડૂતો ની સાથે મળી ને દરેક કોંગ્રેસ પરિવાર ના કાર્યકર્તાઓ શેત્રુંજી રેતી માટે લડાઈ લડીશું અને રેતી નો સત્યાગ્રહ કાર્યક્ર્મ કરીશું

જેમાં જિલ્લા ના તમામ મજૂર ,ખેડૂત ભાઈઓ ટ્રેકટર ટ્રક કે અન્ય વાહનો લઈ રેતી ભરવાનું કામ કરીશું અને સબોધન માં પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને અમરેલી ના ધારસભ્ય પણ આ બાબતે પણ ચર્ચા કરી ને કહ્યું કે ૧૫ દિવસ માં જો સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સરકાર ના વિરોધ માં રેતીનો સત્યાગ્રહ કરીશું અને પરેશભાઈ દ્વારા જીલ્લા ના તમામ લોકો ને આહવાન કરવામાં આવ્યું કે આ સત્યાગ્રહ માં જોડાવવા માટે  પરેશભાઈ એ વધુ માં કહ્યુ હતું કે આપણે બધા આજે મહાદેવ ના સાનિધ્ય માં બેઠા હોય ત્યારે મહાદેવ ને પ્રાથના કરી એ કે સરકારના શાસકો ને રાવણ ના વારસદારો ગણાવતા કહ્યું હતું કે મોંઘવારી ના માર માં પ્રજા પીસાય છે મહાદેવ ને પ્રાર્થના કરી ફરી પેટ્રોલ ૫૦ માં અને ગેસ ૩૫૦ માં મળે કોરોના માં સુવિધાના આભાવે ૩,૫૦,૦૦૦ લોકો એ જીવ ગુમાવ્યા નો  દાવો પણ પરેશ ધાનાણી એ કર્યો હતો અને ૨૨ માં ગાંધીનગર નો વારો અને ૨૪ માં દિલ્હી નો ગઢ અમારો આ નારા સાથે ચૂંટણી લડવા ના લક્ષ તરફ આગળ વધવા સૂચન કરાયું હતું અને આ કારોબારી માં અંબરીશભાઈ ડેર અને વિરજીભાઈ ઠુમ્મર ની ગેર હાજરી રહી હતી.

Related Posts