અમરેલી

લીલીયા મોટા રેલવે સ્ટેશન ખાતે જનરલ મેનેજર આલોક કંસલ, ડી.આર.એમ. પ્રતીક ગૌસ્વામી અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે રેલવેના પડતર પ્રશ્નો અંગે બેઠક યોજતા સાંસદ નારણભાઈ કાછડીયા

આ બેઠકમાં ઢસા-જેતલસર રેલવે લાઈનનું ગેજ પરિવર્તનું કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવા, ખીજડિયા-વિસાવદર સાથે મંજુર થયેલ પાંચ મીટરગેજ રેલવે લાઈનના ગેજ પરિવર્તનના કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા કરવા, ગારીયાધાર-પાલીતાણા નવી લાઈન બિછાવવા, મહુવા-સુરત, ઢસા-વેરાવળ અને ઢસા-જૂનાગઢ ટ્રેનોને પુનઃ રાબેતામુજબ ચાલુ કરવા, દામનગર અને બાઢડા ખાતે સ્ટોપ પ્રદાન કરવા, RUB માં ચોમાસા દરમ્યાન ખૂબ પાણી ભરાતા હોવાથી લઇ અન્ય પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરેલ હતી.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હનુભાભા ધોરજીયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભીખાભાઈ ધોરજીયા, શ્રી વિપુલભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, જિલ્લા આઈ.ટી.સેલ સહકન્વીનર શ્રી જીતુભાઈ લાઠીયા, કેપ્ટન, શ્રી મગનભાઈ દુધાત, શ્રી જીગ્નેશભાઈ સાવજ, શ્રી ગૌતમભાઈ વીંછીયા અને શ્રી અશોકભાઈ વિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts