લીલીયા શહેરમાં ૮૬૬ લાખના પાણીના સંપ અને આખા લીલીયા શહેરમાં પાણીની લાઈનના ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને તેમની ટીમ
આજ રોજ લીલીયા મોટા ખાતે પાણી ની યોજના નું ખાત મુર્હત કરતા લીલીયા સાવરકુંડલા ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાત છેલ્લા ઘણા વર્ષો થી લીલીયા ની જનતા ફ્લો રાઈડ યુક્ત પાણી થી પાણી જન્ય બીમારી થી પીસાતી હતી જેમાં છેવાડા વિસ્તાર માં તો ક્યારેય નર્મદા ના નીર પહોંચ્યા નથી હવે આશા જાગી સે કે આ વિસ્તારો ને પણ પીવા લાયક પૂરતા પ્રમાણ માં પાણી મળશે સરપંચ શ્રી એ આ બાબતે ખૂબ ધગશ થી કામગીરી કરી હોય જેને પણ ગ્રામ જનો બિરદાવી રહ્યા હોય આ આખી ટેન્ડર એજન્સી ને આવેલ હતી તે માટે અધિકારી પાસે સંપૂર્ણ વિગત કામની ધારાસભ્ય લીધી હતી લીલીયા સર્કિટ હાઉસે અને આ યોજના ૮૬૬ લાખ ના ખર્ચે જેમાં ૩૦ લાખ લીટર ગૌશાળા પાસે સંપ, પાન શેરીયા પરામાં ૫ લાખ લીટર સંપ, રાજીવ ગાંધી ભવન પાસે ૫ લાખ લીટર સંપ, પી.વી.સી પાઇપ લીલીયા શહેરમાં ૩૨ કી. મી, લોખડ લાઈન ૩ કી. મી અને ૫ વર્ષ મેન્ટેન્સ અને જ્યાં પાણી ની લાઈન માટે ખોડ કામ કરે ત્યાં સી.સી. વર્ક તે માટે 866 લાખના કામો માટે લીલીયા ના તમામ વિસ્તાર જેમાં સાયનાથ પ્લોટ સિવિલ પરા વિસ્તાર હનુમાન પરા તેમજ લીલીયા ના હરેક ઘર સુધી પીવા લાયક પાણી પહોંચાડવા નું સપનું નવ નિયુક્ત સરપંચ જીવન ભાઈ વોરા તેમજ ધારાસભ્ય દુધાત ની અથાગ મહેનત થી હર ઘર જળ ની સુવિધા આ વિસ્તાર ના જાગૃત ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વારમ વાર વિધાનસભા માં રજુવાત કરી આ યોજના સાકાર કરેલ છે
આ પાણી ની યોજના થી પ્રથમ તો પાણી જન્ય બીમારી થી લોકો બચશે અને પીવા લાયક પાણી માટે લીલીયા ની જનતા ની કફોડી પરિસ્થિતિ હતી ત્યારે ધારાસભ્ય દ્વારા લોક સુવિધા ના ભાગ રૂપે યોજના લાવેલ હોય ત્યારે સમગ્ર લીલીયા ગામ ની જનતા ધારાસભ્ય દુધાત ની લોક હીત માટે ની નીતિ ને બિરદાવી રહ્યા છે આ તકે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર ભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ અગ્રણી નિતીનદાદા ત્રિવેદી વિજય શેખલીયા વિજય કોગઠિયા જીવરાજ પરમાર એડવોકેટ સંજય બગડા શાન્તિભાઈ વાઘેલા વિજય ભાલાળા નરસિંહરાવ કલ્પેશ ડાભી ગોવિંદભાઇ પરમાર અબીલ વાઘેલા રાજુ જાદવ દિનેશ ભાલાળા સબીર દલ મિતુલ વાઢાળા દિલીપ શેખલીયા રાજુ ભેડા ચોકત ભાઈ શિરમાન રવજીભાઈ વધેડિયા રૂપેશ ભરવાડ બાબુ ભાઈ જાસલીયા બસીર શિરમાન તેમજ મોટી સંખ્યા માં ગ્રામ જનો ઉપસ્થિત રહેલ આ ખાત મુર્હત કાર્યક્રમ ને સફળ બનાવવા લીલીયા ગ્રામ પંચાયત ટિમ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવેલ
Recent Comments