fbpx
ગુજરાત

લીલોર ગામે દીકરીએ લવ મેરેજ કરી લેતાં પિતાએ બેસણું રાખી શોક મનાવ્યોપોતાની દીકરીના ફોટાવાળું શ્રદ્ધાંજલિનું બેનર પણ છપાવવામાં આપ્યું

પ્રેમના કિસ્સાઓ તો અનેક જાેયા હશે, પરંતુ વાઘોડિયા તાલુકામાં એક પરિવારે પોતાની જ દીકરીના પ્રેમ લગ્નને લઈને અજીબ વિરોધ કર્યો છે. દીકરીના પ્રેમલગ્ન માટે પોતાના પિતાએ જ દીકરીનું જીવતે જીવ બેસણું રાખી દેતા સમગ્ર વડોદરા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. લીલોર ગામે દીકરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ તેનુ બેસણું રાખીને સ્વજનોને બોલાવ્યા હતા. જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો આવો ર્નિણય લીધો હતો. સમાજના લોકો બોલાવી પિતાએ દીકરી પ્રત્યે બતાવી અનોખી નારાજગી વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાત ભરમા દિવસેને દિવસે આવું નવા પ્રકારના પ્રેમ કિસ્સાઓ સામે આવતા હોય છે.

સાથે સાથે પ્રેમ કિસ્સાઓનો અંત ક્યાંક તાલિબાની સજા તો બીજી બાજુ ઓનર કિલિંગ જેવી ઘટનાઓથી મોતને ઘાટ ઉતારી બદલો લેવામાં આવતો હોય છે. પરંતુ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીલોર ગામે વાડંદ પરિવાર દ્વારા પોતાની દીકરીએ ગામના જ ઇતર જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા દીકરીના પિતાએ પોતાનો સમાજ બોલાવી જીવતે જીવ દીકરીનું બેસણું રાખવામાં આવ્યુ હતું. એટલું જ નહીં પોતાની દીકરીના ફોટાવાળો શ્રદ્ધાંજલિનું બેનર છપાવવામાં આવ્યું હતું અને જે રીતે મરણ જનાર વ્યક્તિ માટે કરવામાં આવે છે એવી જ રીતે બેસણું બોલાવ્યું હતું.

વાઘોડિયા તાલુકા સહિત વડોદરા જિલ્લામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના હાથે અને દુઃખ સુખ વેઠીને દીકરીને નાનપણથી મોટી કરીએ ત્યારબાદ દીકરી પોતાના જીવનનું પગલું જાતે ન લઈ શકે તેવું પિતાના મનમાં હતું. અનેક વખત દીકરીને સમજાવી હતી. પરંતુ દીકરી આખરે પોતાની મરજીનું જ કર્યું હતું. જેથી વાળદ પરિવાર દ્વારા આ અનોખો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલ તો પરિવાર દ્વારા દીકરીએ કરેલા આ કૃત્યથી બાપે લોહીના સંબંધોને નફરતમાં ફેરવી જીવિત દીકરીને મરણ જાહેર કરી બેસણું રાખ્યું હતું. આ બેસણામાં વાળંદ સમાજના પ્રમુખ તેમજ લોકો જે રીતે મરણ પ્રસંગમાં આવ્યા હોય તેવી જ રીતે જીવતી દીકરીના બેસણાંમાં આવ્યા હતા. એટલું જ નહીં હાલ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે કે કોર્ટ મેરેજ દરમિયાન પોતાના માતા પિતાની સહી હોવી જાેઈએ. જાે આ પ્રકારનો કોઈ કાયદો બનાવવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ છે તેવુ માતાપિતાનું માનવું છે.

Follow Me:

Related Posts