વડોદરાના ગોત્રી નારાયણ ગાર્ડન રોડ ઉપર વડના ઝાડ નીચે મોબાઇલ એપ્લિકેશન લુડો ગેમ પર જુગાર રમતા બે ભાઇ સહિત પાંચ લોકોને પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી લુડો એપ્લિકેશનના સ્ક્રિનશોટ્સ, ૬ મોબાઇલ, ૨૯,૫૭૦ રૂપિયા, એક્ટિવા, બે રીક્ષા સહિત કુલ ૨,૬૮,૫૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના જવાનો તેમની હદમાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા. તે સમયે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોત્રી નારાયણ ગાર્ડન રોડ , પ્રાર્થના ડુપ્લેક્ષની સામે વડના ઝાડ નીચે સુરેશભાઈ દલપતભાઇ પરમાર (રહે, ગાયત્રીનગર, ગોત્રી, વડોદરા) મોબાઇલમાં કેટલાક લોકોને ભેગા કરી લુડો ગેમ મારફતે જુગાર રમાડી રહ્યો છે. જેને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરમિયાન મોબાઇમાં લુડો ગેમ મારફતે જુગાર રમી રહેલા સુરેશભાઇ દલપત ભાઇ પરમાર, વિશાલભાઇ મહેન્દ્રભાઇ પ્રજાપતિ(રહે, અંકુર પાર્ક સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, વડોદરા), વિશાલભાઇ રાજેન્દ્રભાઇ અગ્રવાલ, ઉમેશભાઇ રાજેન્દ્રભાઇ અગ્રવાલ (બંને રહે, આઈ ટાવર, સરદાર પટેલ હાઈટ્સ ,સુભાનપુરા, વડોદરા) અને કરણભાઇ સીમાભાઈ ભરવાડ(રહે-ઝૂંપડામાં, અંબિકા નગરની બાજુમાં, ગોત્રી, વડોદરા)ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
લુડો ગેમ પર જુગાર રમતા બે ભાઇ સહિત પાંચ ઝડપાયા

Recent Comments