fbpx
ગુજરાત

લુણવા ગામની શાળામાં પ્રથમ નંબર મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરી દેતા વિવાદદીકરી રડતા રડતા ઘરે પહોંચી અને માતાપિતાને વાતની જાણ કરી

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, આઝાદી દિનની ઊજવણી હતી, તેમાં ૨૦૨૨માં ધોરણ-૧૦માં ઉર્તિણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન યોજાયું હતું. આ વખતે પ્રથમ નંબરે પાસ થનારનું નામ જાહેર થવાને બદલે બીજા ક્રમાંકે પાસ થનારનું નામ પ્રથમ ક્રમાંક પર બોલાયું ! એ સમયે ધોરણ-૧૦માં પ્રથમ ક્રમાંકે પાસ થનાર અરઝનાબાનુ સિપાઈ હાજર હતી, ગામ સમક્ષ પોતાનું સન્માન ન થવાથી અરઝનાબાનુ રડી પડી ! તે રડતી રડતી ઘેર પહોંચી હતી. તેણે તેના પિતાને સઘળી હકીકત જણાવી હતી. મહેસાણના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં પ્રથમ નંબર મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરી દેતા વિવાદ ઉઠ્‌યો છે. ઈનામ વિતરણમાં મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરીને બીજા નંબરની વિદ્યાર્થીનું સન્માન કરાયુ હતું. ખેરાલુના લુણવા ગામની શ્રી કેટી સ્મૃતિ વિદ્યા વિહારની આ ઘટના છે. જેમાં ૧૫ ઓગસ્ટના રોજ પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય અનિલ પટેલ દ્વારા બીજા ક્રમે આવનાર વિદ્યાર્થિનીને પ્રથમ ક્રમ આપી દેવાયો હતો.

જાેકે, બીજી તરફ પ્રથમ ક્રમ આવનાર અરનાજબાનું પઠાણ રડતી રડતી ઘરે પહોંચતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. દીકરી રડતા રડતા ઘરે પહોંચતા તેણે માતાપિતાને આ વાતની જાણ કરી હતી. આ બાદ વાલીએ પ્રિન્સીપાલ અનિલ પટેલનો સંપર્ક કર્યો હતો, જેથી તેઓએ ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવીને પોતે જવાબ આપ્યો ન હતો. પરંતુ દીકરી સાથે કરાયેલા આવા વહેવારને કારણે વાલી સનેવરખાન પઠાણએ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિશે અરનાજબાએ મીડિયા સામે જણાવ્યું કે, શાળામાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ઈનામ વિતરણ હતું. તેમાં શાળામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. પણ મને ઈનામ ન મળ્યું. પરંતુ જે બીજા ક્રમે હતું, તેને પ્રથમ ક્રમાંક બતાવીને ઈનામ અપાયું. આવો ભેદભાવ કેમ કરાયો તે વિશે અરનાજબાએ જણાવ્યું કે, મારે સાયન્સ લેવુ હતું તેથી હું બીજા સ્કૂલમાં ગઈ હતી. આ સ્કૂલમાંથી કેમ ગયા તેવુ કહીને ઈનામ ન આપ્યુ. અમે જાણ કરી તો કહેવાયું કે, ટ્રસ્ટીને પૂછો. ટ્રસ્ટીને પૂછ્યુ તો કહે છે કે, સ્ટાફે અંદર મળીને આ કર્યું છે. મારો પ્રથમ ક્રમ હોવા છતા મને પ્રથમ ક્રમે નંબર ન આપ્યો.

Follow Me:

Related Posts