રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાતથી ૧૮ વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવે છે. તેમજ તેઓને સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવે છે. મહિસાગર જિલ્લામાં કુલ ૨૧ ટીમ કાર્યરત છે. આરબીએસકે અંતર્ગત આવતી ૩૬ પ્રકારની કન્ડીશન અને ૯ પ્રકારની મૂળભૂત જન્મજાત ખામીમાંથી ક્લબ ફૂટ એક એવી ખામી છે. જેમાં જન્મથી બાળકના પગ વાંકા હોય છે. જાે તેની સારવાર કરવામાં ન આવે તો એ આજીવન ખોડ-ખાપનમાં પરિવર્તિત થાય. આની સારવારમાં ત્યાંથી ૭ થી ૧૦ જેટલા પાટા અને ત્યારબાદ એક ખાસ પ્રકારના શૂઝ પણ પહેરવા પડે છે.
આની સારવાર માટે આજે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે મિરેકલ ફૂટના સહયોગથી જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત મહિસાગર આરોગ્ય શાખા -એસએચ આરબીએસકેના સંકલનથી ક્લબ ફૂટ ક્લિનિક નુ ડો. જે.કે પટેલ અધિક્ષક લુણાવાડા , ડો સુમિત્રાબેન પંચાલ તાલુકા હેલ્થ ઓફિસર લુણાવાડા અને ડો. પ્રતીક ઓર્થો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આરબીએસકે નોડલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ ક્લિનિક દર સોમવારે કાર્યરત રહેશે. જેનો સમય સવારે થી બપોરે સુધી રહેશે. જેથી જિલ્લા અને આસપાસના તમામ બાળકોને આનો લાભ મળી રહે .


















Recent Comments