fbpx
અમરેલી

લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા –  શ્રી મુળદાસ સેવા ટ્રસ્ટ દ્વારા  સર્વ જ્ઞાતિ સમાજ માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં તપાસની સાથે દવાઓ પણ મફત  આપવામાં આવી હતી. આ કેમ્પમાંરાજકોટ નાં પ્રખ્યાત ડોક્ટર  ડો. સંદિપ હરસોરા  ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ દ્વારા બીપી, ડાયાબિટીસ, એલર્જી, શરીરમાં નબળાઈ, શરદી, ઉધરસ, તાવ, પક્ષધાત, ફેફસાના રોગો, ગળાની તકલીફ, હૃદય રોગનો હુમલો, ભૂખ ના લાગવી, ઝેરી દવા પીનારા વગેરે ના દર્દીના નિદાન અને સારવાર સારવાર કરેલ તેમજ ડૉ. નયન ચૌહાણ – ગાયનેક દ્વારા ગર્ભાવસ્થા ની તપાસ, ગર્ભાવસ્થા તકલીફ માટેના સારવાર, સફેદ પાણીની તકલીફ, પેડુના દુખાવાની તકલીફ, માસિક સ્ત્રાવ માટે ની તકલીફ, વ્યંધત્વ, ગર્ભધારણ માટે નું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી.આ કેમ્પમાં જ્ઞાતિ ના પ્રમુખ કનુભાઈ સોલંકી, ઉપપ્રમુખ જયસુખભાઇ વાળા, દિનેશભાઈ પરમાર, પ્રકાશ વાળા, અનિલભાઈ ચુડાસમા તેમજ અલ્પેશ મકવાણા મહેશ ડોડીયા, ભાવેશ કવા, કિરીટ ચિત્રોડા, અનિલ એમ.ચુડાસમા, નગરપાલિકા સદસ્ય મંજુલાબેન ચિત્રોડા તેમજ  કારોબારી હોદ્દેદાર સભ્યો,  જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts