લેઉવા પટેલ સમાજ ની સામાજિક સંરચના વિશે ટકોર સમાજ ની સિદ્ધિ સાથે ત્રુતિઓઓ કહી આજના સમયમાં એજ્યુકેટેડ વેવિશાળ યોગ્ય દિકરા દિકરીની વરવી વાસ્તવિકતા નરશી સવાણી ના વેધક સવાલ
સુરત લેઉવા પટેલ સમાજ ની સામાજિક સંરચના વિશે ટકોર માં બીમાર હોય અને દવા કરાવે તે દીકરો સમાજ ની અપાર સિદ્ધિ છે પણ સાથો સાથ ટૂટી પણ છે સાચું કહેવા ની હિંમત સાથે નરશી સવાણી આજે ૨૭-૩૦-૩૨ વર્ષનાં યુવાન દિકરા- દિકરીઓ માતા-પિતાની અને પોતાની ભારે મહત્વકાંક્ષાને કારણે આજે કુંવારા બેઠા છે. જો હજુ પણ વાલીઓ નહીં જાગ્રુત થાય તો પરીસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે. આજે આપણો સમાજ બાળકોના લગ્નને લઈને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એક-બીજાને સંબંધ ચિંધી વેવિશાળ કરાવવામાં રસ જ નથી. આજે સભ્ય સમાજમાં ઘણી અપરિણીત છોકરીઓ ૨૭-૩૦-૩૨ વર્ષની ઉંમર થઈ હોય છતાં કુંવારી છે, કારણ કે તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણાં ઊંચા છે, આવા ઘણા ઉદાહરણો છે આવી વિચારસરણીને કારણે સમાજની છબી ખરાબ થઈ રહી છે. સુખી દામ્પત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે. પૈસા પણ જરૂરી છે, પરંતુ પૈસાના કારણે સારા સંબંધોને નકારવા અમુક હદ સુધી ખોટું છે. પ્રથમ પ્રાથમિકતા સુખી સંસાર અને સારો પરિવાર હોવો જોઈએ. વધુ પૈસાની લાલસામાં સારા સંબંધોને નજરઅંદાજ કરવું ખોટું છે. એજ્યુકેટેડ હોનહાર રળાવ દિકરો હશે અને જો દિકરીનો સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે પણ ખ્વાઈશ (ઊંચી અપેક્ષાઓ) ખરીદી શકાતી નથી. હું માનું છું કે કુટુંબ અને છોકરો સારા હોવા જોઈએ, પરંતુ વધુ સારા ના ચક્કરમાં સારા સંબંધોને હાથથી જવા ન દો. સુખી દામ્પત્ય જીવન જીવવાનો મૂળ ઉદ્દેશ હોવો જોઈએ. 30 વર્ષની ઉંમર પછી લગ્ન નથી થતા તો પછી આપણે ઇચ્છાઓમાં બાંધછોડ કરીએ છીએ તો થોડી ઘણી બાંધછોડ વેવિશાળની લાયક ઉંમરે કેમ નહીં ?અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ કંડીશનથી જોવામાં આવે તો લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે સમય અને ઉંમર એ એનું કામ કરે છે જ છે. આજે કુંડળી મેચિંગના કારણે પણ ખરાબ સ્થિતિ બની છે. જ્યાં છોકરામાં બધા ગુણો છે ત્યાં કુંડળી મળતી નથી અને બધું સારું હોવા છતાં કુંડળીના કારણે લોકો સંબંધ કરવો છોડી દે છે ત્યારે તમે વિચારો કે જે લોકોના ૩૬ માંથી ૨૬ અથવા તો ૩૬/૩૬ ગુણો મળી આવે છે, તેમ છતાં તેમના જીવનમાં સમસ્યાઓ ઉભી થાય છે કારણ કે છોકરાના ગુણો જોયા નથી ફક્ત કુંડળી મેચિંગના આધારે સંબંધ કર્યો છે. આજના શિક્ષિત વાલી અને બાળકો પણ આવા કુંડળીના ચક્કરમાં જે જોવાનું છે ચૂકી જાય છે અને પછી પસ્તાવાનો પાર રહેતો નથી.
આજના સમયે સમાજમાં સારું પાત્ર શોધવામાં ચાર-પાંચ વર્ષ જાકળી જાય છે, ઉચ્ચ શિક્ષણ કે નોકરીના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનુ કાઢીને ઉંમર વધવા દે છે. પોતાનું ઘર છે કે નહીં? જો હોય તો ફર્નિચર કેવું છે? ઘરમાં કેટલા રૂમ છે? તે મોટું છે કે નાનું છે ? ક્યા એરિયામાં છે ? લોન ચાલુ છે કે નહીં ? જીવનશૈલી, ખાણી-પીણી કેવી છે ? માતા- પીતા સાથે રહે છે કે કેમ ? કેટલા ભાઈ-બહેન છે ? તે પરણેલા છે કે કેમ ? માતા-પિતાનો સ્વભાવ કેવો છે ? આધુનિક વિચારસરણી નાં ઘરના સગા-સંબંધીઓ છે કે નહીં ? બાળકની ઊંચાઈ કેટલી છે ? દેખાવ કેવો છે ? શિક્ષણ, કમાણી, બેંક બેલેન્સ કેટલું છે ? છોકરો છોકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે નહીં ? તેના કેટલા મિત્રો છે ? ધર્મ ક્યો પાળે છે ? કાંદા લસણ ખાય છે કે કેમ ? વ્યસન છે કે કેમ ? આ બધી પૂછપરછ પૂર્ણ થયા પછી પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં અને સોશિયલ મીડિયા થકી વાત કરવામાં વધુ સમય પસાર કરે છે. આવી પરિસ્થિતિમાં ક્યારે 30 વર્ષની ઉંમરે પહોંચાઈ જવાય છે તે ખબર રહેતી નથી અને પછી જ મા-બાપ સફાળા જાગે છે! ક્યાંક આવી બધી વિડંબણા સમાજમાં પેસી ગઈ છે જે બાળકોનાં સપનાને ચકનાચૂર કરી નાખે છે. એક સમય હતો જ્યારે પરિવારને જોઈને લગ્ન કરવામાં આવતા હતા. વૃધ્ધાવસ્થા સુધી લગ્નજીવન કશા પણ સમાધાન વગર પરસ્પર સન્માન ભાવ અને સમજૂતી થી દાયકો ઓ સુધી નભતું હતું. સુખ-દુઃખમાં પરસ્પર સાથ નીભાવતા. સંબંધોમાં લાગણી હતી ઉષ્મા હતી જ્યાં પરિવાર જોઈને દિકરા દિકરીના સંબંધ થતાં ત્યાં ત્રણ-ત્રણ પેઢીઓ સંયુક્ત ફેમીલીમાં જીવી જતા. ઘર- પરિવાર અને આંગણામાં ખુશીઓ હતી. ક્યારેક કોઈ નાની ચણભણ શરૂ થતી તો વડીલો એકબીજાનું ધ્યાન રાખતા અને ઘરની વાત ઘરમાં રહેતી, લગ્નજીવનની શરૂઆત થયા પછી જવલ્લે જ છૂટાછેડા જેવો માર્ગ અપનાવતા. લગ્નજીવન ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થતું અને બંને એકબીજાની ઘડપણની લાકડી બની જતા. સાથે રહીને પુત્ર-પૌત્રોમાં સંસ્કારના બીજ વાવતા. હવે એ વિધિ એ સમય ક્યાં છે? આંખની શરમ ઇતિહાસ બની ગઈ છે. આજે એવું પણ સંભળાય છે કે છોકરો અને છોકરી તેમના સમાજના ન હોય તો પણ ચાલશે, આવી વાતો પણ સામે આવી રહી છે. આજે સમાજની છોકરીઓ અને છોકરાઓ ખુલ્લેઆમ અન્ય જ્ઞાતિ તરફ જઈને પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ કરે છે એને એમ છે કે સમાજમાં સારા છોકરા કે છોકરીઓ મારા લાયક નથી. કારણ કે છોકરા-છોકરીઓએ આધુનિકતાની ઊંચાઈઓ અને અપેક્ષાઓ પાર કરી છે.મારું તો એવું મંતવ્ય છે કે મિલક્ત, હોદો, રૂપરંગ ઉચાઈ બધું જોવાની જગ્યાએ શિક્ષણ પારીવારીક પોઝીશન અને બંન્ને પાત્રોની વિચાર સરણી મળતી આવતી હોય તેમ જ પરીવાર શાંતિથી રહી શકે તેવી આવક હોય તો બાકીનું બધું ગૌણ રાખીને થોડીઘણી બાંધ છોડ કરીને યોગ્ય સમયે બાળકોને લગ્નજીવનમાં પરોવી દેવાનો સમય આવી ગયો છે.
Recent Comments