લેન્ડ ગ્રેબિંગ કેસમાં ઝડપાયેલ 14 આરોપીઓ 1 દિવસનાં પોલીસ રિમાન્ડ ઉપર
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં શિવાજી કોમ્પ્લેક્ષ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવી સરકારી જમીન ઉપર દબાણ કરવાના મુદે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં બ ેદિવસ પહેલા વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ર1 પૈકી 14 આરોપીની અટકાયત કરી હતી.
અટકાયત કરાયેલ 14 આરોપીને ગઈકાલે સ્પે. કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા અમરેલી સ્પે. કોર્ટે ઝડપાયેલ તમામ 14 આરોપીને 1-1 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે.
આ બનાવમાં કુલ ર1 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હોય, હજુ 7 આરોપીને પોલીસે ઝડપી પાડવા માટે થઈ ઠેર ઠેર તપાસ હાથ ધરી છે.
Recent Comments