બોલિવૂડ

લેપટોપ ધોઈને ફેમસ થયેલી ગોપી વહૂની આ એક ભૂલને કારણે તેનું કરિયર પણ ધોવાઈ ગયું!..

જીયા માણેક આમ તો ઘણા ટીવી શો નો ભાગ રહી, પરંતુ અસલ ઓળખ ‘સાથ નિભાના સાથિયા’ના પાત્ર ગોપી વહુથી મળી. ટીવીની ડરી-સહમી, સંસ્કારી વહૂ…સીધી એટલી કે લેપટોપ પણ પાણીથી ધોઈ નાખ્યુ હતું. ૧૮ ફેબ્રુઆરી ૧૯૮૬એ અમદાવાદમાં પેદા થયેલી જીયા હવે ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે. જીયા એ તમામ ભૂલ વિશે જણાવી રહી છે જે તેની તબાહીનું કારણ બની છે. જીયા માણેકનો લુક ખૂબ જ બદલાઈ ગયો છે. જીયા વર્ષ ૨૦૧૦માં ‘સાથ નિભાના સાથિયા’ શોનો ભાગ બની અને રાતોરાત ગોપી વહૂના નામે પ્રખ્યાત થઈ ગઈ.

શોના એક સીનમાં જ્યારે ગોપી વહૂ લેપટોપને પાણીથી ધોઈ દે છે. હકીકતમાં, ગોપી વહૂ ખૂબ જ સીધી દેખાડવા મેકર્સે આ સીન નાંખ્યો હતો, પરંતુ તેના મીમ બની ગયા જે આજે પણ વાયરલ થઈ રહ્યા છે. જીયાએ ઘણી ભૂલો એવી કરી છે જેનાથી કરિયર ગ્રાફ ઉપર આવવાને બદલે નીચે જતો રહ્યો. જીયા વર્ષ ૨૦૧૨માં સ્ટાર પ્લસના રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’નો ભાગ બની. ‘સાથ નિભાના સાથિયા’ના મેકર્સ નહતાં ઈચ્છતા કે જીયા તેમાં ભાગ લે. પરંતુ જીયાએ મેકર્સ સાથે બગાવત કરીને સંબંધ ખરાબ કરી દીધાં. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર જીયા આ મામલાને થાળે ના પાડી શકી.

તેમજ ‘સાથ નિભાના સાથિયા’ મેકર્સ પર પરેશાન કરવાનો આરોપ લગાવી દીધો. જીયાના નિવેદને હોબાળો કરી દીધો હતો. એટલું જ નહીં એકવાર જીયા પોતાની માતા અને ફ્રેન્ડ્‌સ સાથે એક ફેમસ હુક્કા બારમાં ગઈ હતી. આ દરમિયાન પોલીસના દરોડા પડ્યા હતાં. જેમાં જીયાનું નામ ખૂબ જ ઉછળ્યુ હતું. આ ઘટના જીયાના કરિયર માટે ઘાતક સાબિત થઈ હતી.

જાેકે, પોલીસે જીયાને જવા દીધી પરંતુ ગોપી વહુ ચર્ચામાં આવી ગઈ. ગોપી વહૂની ઈમેજ ખરાબ થતાં જ શો મેકર્સે કોઈપણ રિસ્ક લીધા વિના જીયા માણેકને કાઢી દીધી. જીયાની જગ્યાએ શોમાં દેવોલીના ભટ્ટાચાર્જીને ગોપી વહૂ બનાવી દીધી. ‘જીની ઓર જુજૂ’, ‘મનમોહિની’, ‘તેરા મેરા સાથ રહે’ જેવા ઘણા શોનો ભાગ રહેલી જીયા માણેક ગોપી વહૂ વાળી પોપ્યુલારિટી જાળવી ના શકી.

Related Posts