લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ૩૦ જૂનના રોજ ભારતીય આર્મીના ચીફનો કાર્યભાર સંભાશે
આ વર્ષે ૩૦ જૂનના રોજ ભારતીય સેનાના પ્રમુખનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તે ઉપરાંત આ વર્ષે ભારતીય સેનાએ જનરલ મનોજ પાંડેના હેઠળ અનેક ઓપરેશન પાર પાડ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એ લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ૨૦૨૨-૨૦૨૪ સુધી નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદો પર રાઇઝિંગ સ્ટાર કોર્પ્સની કમાન પણ સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથેની વાતચીતમાં સામેલ હતા. ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે માઉન્ટેન ડિવિઝન, સ્ટ્રાઈક કોર્પ્સ અને આર્મી હેડક્વાર્ટરમાં પણ મહત્વના હોદ્દા પર કામ કર્યું છે.
તેમણે સુરક્ષા દળોને આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં પણ યોગદાન આપ્યું છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ૩૯ વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન, તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સ ના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.
Recent Comments