લેબ સમાંતર ડાયજ્ઞોસીઝ કરતા તબીબ ડો આર એન વાઢેર ના દેહાંવસાન થી સમગ્ર પંથક ને પુરી ન શકાય તેવી ખોટ
દામનગર માનવતા વાદી તબીબ ડો આર એન વાઢેર નું નિધન ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર જેમનું લેબ સમાંતર ડાયજ્ઞોસીઝ ગણાતું હતું તેવા દેવદૂત તબીબ ડો આર એન વાઢેર નું દેહાંવસાન થતા સમગ્ર પંથક ને પુરી ન શકાય તેવી ખોટ દામનગર પૂર્વ મેડિકલ ઓફિસર ડો આર એન વાઢેર મૂળ વતન રાજુલા પણ દામનગર ને કર્મભૂમિ બનાવી વર્ષો સુધી તબીબી ક્ષેત્રે દર્દી નારાયણો માટે દેવદૂત બની સેવારત ડો આર એન વાઢેર મૃદુહદય ના અનેકો ના દિલ માં જગ્યા બનાવી હતી ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા હતા તેમનું નિદાન લેબ સમાંતર માનવ માં આવતું હતું સદગત ના દેહાંવસાન થી સમગ્ર પંથક શોકાતુર બન્યો તબીબી ક્ષેત્રે ક્યારેય પણ પુરી ન શકાય તેવી ખોટ ડો આર એન વાઢેર ની અંતિમયાત્રા માં દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા સોમવાર ના તા.૨૫/૧૨/૨૩ ના રોજ સાંજ ના ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સદગત ની પ્રાર્થના સભા સુમનભવન બ્રહ્મસમાજ વાડી ખાતે યોજાશે તેમના પુત્ર રત્ન ડો મોહિત વાઢેર પુત્રવધુ ડો પારૂલબેન દંગી પુત્રરત્ન મનીષ વાઢેર સહિત સમગ્ર વાઢેર પરિવાર ને સાંત્વના પાઠવવા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી વેપારી ઓ સદગત ના નિવાસ સ્થાને પહોંચી સધિયારો આપ્યો હતો
Recent Comments