લૉ ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મુદ્દે હાઈકોર્ટમાં PIL
ગુજરાત યુનિવર્સિટીના લૉ ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા મુદ્દે હોઈકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. આ પીઆઇએલમાં તેમણે પરીક્ષા રદ કરવા માંગ કરી છે. હાઈકોર્ટે આ પરીક્ષા ને રદ કેમ ન કરી શકાય અને જાે પરીક્ષા લેવામાં આવે તો કયા પ્રકારનું આયોજન છે એ તમામ વિગતો સાથે જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. એક્ઝામ કન્ટ્રોલર, વાઇસ ચાન્સલર, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને હાઈકોર્ટે નોટીસ પાઠવી છે.
ગુજરાત યુનિવર્સિટીના એલએલબી અને એલએલએમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આગામી ૧૦મી જૂને લેવામાં આવનાર ઓફલાઈન પરીક્ષાને લઈને હાઈકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓએ કોર્ટ સમક્ષ પરીક્ષા રદ કરવાની રજુઆત કરી છે. તેમણે કોર્ટ સમક્ષ એવી પણ રજુઆત કરી છે કે જાે પરીક્ષા રદ થાય તેમ ના હોય તો તેમને યુનિવર્સિટી દ્વારા વિકલ્પ આપવામાં આવે. વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે પરીક્ષાને રદ કેમ ના કરી શકાય તેમજ પરીક્ષા લેવાનું આયોજન કેવું છે તેનો જવાબ યુનિવર્સિટી પાસે માંગ્યો છે. તે ઉપરાંત કોર્ટે એક્ઝામ કન્ટ્રોલર,વાઇસ ચાન્સેલર,બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે. આ નોટિસને લઈને ૭ જૂન એ તમામ જવાબ સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.
Recent Comments