fbpx
ગુજરાત

લોકડાઉનમાં મોબાઈલનો ઉપયોગ વધતા ૩૦ ટકા લોકોને આંખના નંબર વધ્યા

લોકડાઉનમાં લોકો સતત ઘરમાં રહીને એકતરફ કંટાળી ગયા છે,જેથી સતત મોબાઈલ અને લેપટોપ સહિતના ગેજેટ્‌સનો ઉપયોગ વધ્યો છે.અને બીજી તરફ ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ પણ મોબાઈલ સામે મોટાભાગનો સમય ગાળી રહ્યા છે. જેના પરિણામ હવે ધીરે-ધીરે સામે આવી રહ્યા છે.કચ્છ જિલ્લામાં આંખના નંબરના બદલાવ સાથે ૩૦ ટકા દર્દીઓમાં વધારો થયો છે,તો બાળકોને મોબાઈલની આદત પડી જતા હવે ડ્રાય આઈ અને મેદસ્વીપણાના રોગ વધી રહ્યા છે. ભુજના જાણીતા આંખના તબીબ ડો.સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે,સતત વધી રહેલા મોબાઈલ ઉપયોગના કારણે લોકોની આંખ સૂકાઈ રહી છે.
જેથી ડ્રાય આઈના કિસ્સાઓ દરરોજના દર્દીઓમાં સામે આવી રહ્યા છે.સ્કુલ જવાનું અને બહાર નીકળવાનું ઘટી જતા બાળકો હવે મોબાઈલ,લેપટોપ તરફ વળ્યાં છે.જેથી આંખનો વપરાશ અને સ્ક્રીનટાઈમ વધ્યો છે. જેથી બાળકોને જલ્દી નંબર આવી રહ્યા છે. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા નેત્રમ ચશ્માંના કન્સલ્ટિંગ ઓપ્ટોમેટ્રિસ્ટ સ્મિત.કે ગોરએ જણાવ્યું કે,આજે દોઢ વર્ષનું બાળક યૂટયૂબ ચાલુ કરી વિડીયો શોધી લે છે,મોબાઈલનો ઉપયોગ કરે છે.
ભલે તેને એબીસીડી નથી આવડતી.તો બીજી બાજુ એક રિસર્ચ એવું કહે છે કે વસ્તીના ૫૦ ટકા લોકોને ૨૦૫૦ સુધીમાં માયોપિયા થઇ જશે.જે આંખના દૂરના નંબર વધવા સંબંધિત છે. સામાન્યતઃ વ્યક્તિને એક મિનિટમાં ૧૭-૨૦ વખત આંખ ઝપકાવવાની હોય છે, મોબાઈલ ઉપયોગ વખતે જે માત્ર લોકો ૭-૮ વખત જ બ્લિન્ક કરે છે. આ સાથે જ જાે આંખમાં જાેવામાં તકલીફ સર્જાય તો દર છ મહિને નંબર ચેક કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.

Follow Me:

Related Posts