લોકતાંત્રિક સંમેલનમાં મોદીને આમંત્રણ આપવાનો વિરોધ કરાયો
માનવ અધિકાર કાર્યકરોને શંકા છે કે ખરાબ રેકોર્ડવાળા નેતાઓને બોલાવવામાં આવતા સંમેલનની વિશ્વસનીયતા ભયમાં મૂકાઈ શકે છે. તેની સાથે એમ પણ કહેવાય છે કે આ સંમેલન ચીન અને તેના સહયોગીઓ સામેનો એક મોરચો છે. પ્રોજેક્ટ ઓન મિડલ ઇસ્ટ ડેમોક્રેસીની શોધના ડિરેક્ટર એમી હોર્થોન કહે છે કે સ્પષ્ટ છે કે ચીનને ટક્કર આપવાની રણનીતિના પગલે તેના ભારત અને ફિલિપાઇન્સ જેવા પડોશીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ટુર્ટેટ ખુલ્લેઆમ કહી ચૂકયા છે કે તેઓ માનવ અધિકારોની પરવા કરતા નથી. જ્યારે ભારતીય વડાપ્રધાન મોદી અંગે ફ્રીડમ હાઉસનું કહેવું છે કે તેઓ ભારતને અવિરત નિરંકુશતા તરફ દોરી જઈ રહ્યા છે. અમેરિકામાં લોકશાહી પર પહેલી વખત વૈશ્વિક સંમેલન થઈ રહ્યું છે. તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર વિશ્વના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. જાે કે માનવ અધિકાર કાર્યકરોએ મોદી સહિતના બીજા કેટલાક નેતાઓને બોલાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ સંમેલનમાં લોકશાહીને વરેલા સોથી પણ વધારે દેશ ભાગ લેવાના છે. તેમા સમગ્ર વિશ્વમાં લોકતાંત્રિક મૂલ્યો અને માનવ અધિકાર ભંગ પર વાત થવાની છે. પરંતુ ઘણા બધા માનવ અધિકાર કાર્યકર આ સંમેલનને શકની નજરે જાેઈ રહ્યા છે. કારણ કે તેમા કેટલાક એવા નેતાઓને બોલાવવામાં આવ્યા છે જેનો પોતાનો રેકોર્ડ શંકાસ્પદ છે. માનવ અધિકારો અને લોકશાહી પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા ફ્રીડમ હાઉસના વાઇસ પ્રેસિડેન્ટ એની બોયાઝિયાનનું કહેવું છે કે કોઈપણ પ્રકારની લોકતાંત્રિક પ્રતિબદ્ધતાઓ વગરનું આ સંમેલન અર્થહીન છે. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનમાં એક બેઠકથી વિશેષ કશું થવાનું હોય તો પછી અમેરિકા સહિત બધા ભાગ લેનારા દેશોએ આગામી સમયમાં લોકશાહી અને માનવ અધિકારોને લઈને અર્થપૂર્ણ પ્રતિબદ્ધતા નીભાવવી પડશે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંમેલન લોકશાહી પરની લાંબી ચર્ચાનો પ્રારંભ છે. આગામી સંમેલનોમાં સામેલ થનારા દેશોએ સુધારાના વચનોનું પાલન કરવું પડશે. વિશેષ રીતે બોલાવવામાં આવેલા મહેમાન અમેરિકન રાષ્ટ્રપતિ બિડેનને તે દાવાની પણ પરીક્ષા છે જે તેમણે વિદેશ નીતિ વખતે કર્યા હતા. આ વખતે ફેબુ્રઆરીમાં આપેલા ભાષણમાં બિડેને જણાવ્યું હતું કે અમેરિકા વૈશ્વિક નેતૃત્વમાં તેની ભૂમિકા પર પરત ફરશે અને ચીન તથા રશિયા જેવી તાકાતોને જવાબ આપશે. અમેરિકન મેગેઝિન પોલિટિકોએ આ સંમલેનમાં આવનારા મહેમાનોની યાદી પણ છાપી છે, તેમા ફ્રાન્સ અને સ્વીડન જેવા પરિપક્વ લોકશાહી ધરાવતા દેશો હશે તથા ફિલિપાઇન્સ અનો પોલેન્ડ જેવા દેશ પણ હશે જ્યાં લોકશાહી ભયમાં હોવાનું કહેવાય છે. એશિયામાં અમેરિકાના સહયોગી દેશ જાપાન અને દક્ષિણ કોરીયા જેવા દેશ આમંત્રિત છે, પણ થાઇલેન્ડ અને વિયેતનામને બોલાવાયા નથી. ઇઝરાયેલ અને ઇરાક આ યાદીમાં છે, પરંતુ અમેરિકાના સાથી મનાતા મિસર અને નાટોના સભ્ય તુર્કી ગાયબ છે. જાે કે માનવ અધિકાર સંગઠનો બિડેનની તે વાતને લઈને પ્રશંસા કરી રહ્યા ેછે કે તેમણે લોકતાંત્રિક અધિકારોને તેમની વિદેશ નીતિમાં પ્રાથમિકતા આપી છે. તેમા પણ ખાસ કરીને અગાઉના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રકારના મામલામાં ઓછી રૂચિ અને વિવાદાસ્પદ નિવેદનો પછી બાઇડેનનું પગલું મહત્ત્વનું મનાય છે. ટ્રમ્પે તો મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અને રશિયાના પ્રમુખ પુટિનની પ્રશંસા કરી હતી.
Recent Comments