ભાવનગર

લોકભારતીમાં મુલાકાત લેતાં શ્રી મોરારિબાપુ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને?  અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો. ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ગયા વર્ષે યોજાયેલ રામકથા અગાઉ જાહેર કરેલ તે જ હિંચકા પર બેસી શ્રી મોરારિબાપુએ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને.? અહીંયા શ્રી મોરારિબાપુએ સંસ્થા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથે બેસીને મૌનસંવાદ કર્યો હતો. શ્રી મોરારિબાપુ ઓચિંતા જ તેમનાં અન્ય મુલાકાત યાત્રા દરમિયાન ક્ષેમકુશળ મુલાકાત માટે લોકભારતી પહોંચ્યાં હતાં, જ્યાં નિયામક શ્રી હસમુખભાઈ દેવમૂરારી, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણી, શ્રી ગીરીશભાઈ ગોધાણી સાથે શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી વિશાલભાઈ ભાદાણી, શ્રી દિનુભાઈ ચુડાસમા સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આવકાર ભાવ વ્યક્ત કરાયો હતો.

Related Posts