લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા ઉનાળાનાં દિવસોમાં છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક રહી છે. ઉનાળામાં લાભાર્થીઓને દર વર્ષ કરતાં વધેલાં તાપમાનમાં સણોસરામાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ છાશ કેન્દ્રનો લાભ મળ્યો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દ્વારા આ પંથકમાં શિક્ષણ સાથે વિવિધ ગ્રામવિકાસ સાથેનાં ઉપક્રમો રહેલાં છે. લોકભારતી ગૌશાળા દ્વારા ઉનાળાનાં દિવસોમાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે, ગરીબ અને મધ્યમવર્ગનાં પરિવારો મોટી સંખ્યામાં લાભાર્થી રહ્યાં. દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં સહયોગ સાથે શરૂ રહેલ છાશ વિતરણથી ઉનાળામાં આ લાભાર્થીઓને ટાઢક રહી છે.
લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા છાશ વિતરણ કેન્દ્ર

Recent Comments