લોકભારતી સંશોધિત ઘઉં લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ શ્રી મોરારિબાપુને થયાં અર્પણ સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ રાજીપા સાથે ધર્યા ભેટ ઈશ્વરિયા બુધવાર તા.૨૩-૧૦-૨૦૨૪ (મૂકેશ પંડિત) ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા અહીંના ઘઉં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની અભ્યાસ સંશોધન પ્રક્રિયા દરમિયાન લોક ૧ બાદ લોક ૭૯ ઘઉંની જાત રાષ્ટ્રીય કક્ષાએ પરીક્ષણ વડે સફળ થતાં આ ઘઉં શ્રી મોરારિબાપુને અર્પણ થયાં હતાં. શ્રી મોરારિબાપુએ કથા દરમિયાન ભૂમિ મહાત્મ્ય પ્રસંગ સાથે શ્રી નાનાદાદા ભટ્ટથી લઈ આજે શ્રી અરુણભાઈ દવે અને સાથીઓનાં નેતૃત્વ વડે લોકભારતી દ્વારા થયેલ આ સંશોધન તેમજ કાયમી કેળવણીની પ્રક્રિયાની પ્રશંસા કરી. લોકભારતી સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ કાકીડી ગામે ચાલતી રામકથામાં વ્યાસપીઠ પર વંદનાભાવ અને રાજીપા સાથે આ ઘઉં લોક ૭૯ ભેટ ધર્યા હતાં.
Recent Comments