ભાવનગર

લોકભારતી સણોસરાની પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા

લોકભારતી સણોસરાની મુલાકાત લેતાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી અને સંસ્થાનાં વાગોળ્યા સંસ્મરણો ઈશ્વરિયા શુક્રવાર તા.૧૨-૪-૨૦૨૪ લોકભારતી સણોસરાની પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ લીધેલી મુલાકાત દરમિયાન  પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી અને સંસ્થાનાં સંસ્મરણો વાગોળ્યા. સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાજ્યનાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ શુભેચ્છા મુલાકાત લઈ અગાઉનાં સંસ્મરણો વાગોળી અહીંયા ઉપલબ્ધ થયેલ વિશ્વવિદ્યાલય મારે તેમનો રાજીપો વ્યક્ત કર્યો હતો. લોકભારતીનાં વડા રહેલાં તત્કાલીન મહેસૂલ મંત્રી શ્રી દલસુખભાઈ ગોધાણી સાથે સરકારનાં અધિકારી તરીકે શ્રી બ્રિજેશ મેરજા રહ્યાં હતાં, તે વાતો સ્મરણમાં માણી હતી. લોકભારતી પરિવારનાં વડા શ્રી અરુણભાઈ દવે સાથે શ્રી હસમુખભાઈ દેવમુરારી, લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં વડા શ્રી રાજેન્દ્ર ભાઈ ખિમાણી અને શ્રી વિશાલ ભાદાણી સાથે અહીંના અગ્રણી શ્રી સુરેશભાઈ દવે વગેરે આ મુલાકાત વેળાએ પ્રાસંગિક વાતોમાં જોડાયાં હતાં.

Related Posts