લોકભારતી સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા શ્રી રતિલાલ બોરીસાગર
લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન આગામી મંગળવારે ‘દર્શક’ જન્મતિથિ પ્રસંગે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૧૦-૨૦૨૪લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગર વ્યાખ્યાન આપશે. આગામી મંગળવારે ‘દર્શક’ જન્મતિથિ પ્રસંગે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ છે.લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક શ્રી રતિલાલ બોરીસાગર ‘દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન’ વિષય ઉપર આપશે.’દર્શક’ જન્મતિથિ પ્રસંગે આગામી મંગળવાર તા.૧૫નાં યોજાયેલ આ વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થીઓનું સન્માન થશે. અહીં શ્રી દોસ્તભાઈ બલોચ (સર્વોદય), શ્રી રતિલાલ સુદાણી (જળ સંસાધન), શ્રી પંકજભાઈ દવે (ગ્રમોત્થાન), શ્રી તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને શ્રી રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં સન્માનિત થશે.ઉલ્લેખનીય છે કે, આ વ્યાખ્યાન અને સન્માન કાર્યક્રમ અગાઉ ગુરુવાર તા.૨૯ ઓગસ્ટનાં રાખવામાં આવેલ પરંતુ તત્કાલીન ભારે વરસાદની પરિસ્થિતિના કારણે મુલતવી રહેલ જે આયોજન હવે આગામી મંગળવારે થયેલ છે, તેમ સંસ્થાનાં નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ દ્વારા જણાવાયું છે.
Recent Comments