લોકભારતી સણોસરામાં બુધવારે યોજાશે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા શ્રી રામ મોરી દ્વારા અપાશે વ્યાખ્યાન ઈશ્વરિયા સોમવાર તા.૯-૯-૨૦૨૪ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે જેમાં વક્તા શ્રી રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી બુધવાર તા.૧૧ સવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. વાર્તાકાર, પટકથા લેખક અને નાટ્યકાર એવાં વક્તા શ્રી રામ મોરી દ્વારા અહીંયા અઢારમાં મણકાનું વ્યાખ્યાન ‘લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો’ વિષય ઉપર અપાશે.
લોકભારતી સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા

Recent Comments