fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં શ્રી રતિલાલ બોરીસાગર વ્યાખ્યાન વિદ્યાર્થી સન્માન

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ જન્મતિથિ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં લેખક શ્રી રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે, માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ‘દર્શક’ મત રહ્યો છે. અંહિયા વ્યાખ્યાન અને પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો.લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક શ્રી રતિલાલ બોરીસાગર દ્વારા ‘દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન’ વિષય ઉપર આપતાં જણાવાયું કે, જગતમાં સર્વ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારત રહેલાં છે. માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ‘દર્શક’ મત રહ્યો છે, શિક્ષણ સાથે રામાયણનાં પાઠ સંસ્કાર ભણાવવા પણ તેઓ આગ્રહ રાખતાં. શ્રી રતિલાલ બોરીસાગરે શ્રી ‘દર્શક’ વિશે કહ્યું કે, તેઓની રાજકીય, શૈક્ષણિક અને સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓ વચ્ચે કરેલું સાહિત્યનું કાર્ય ઉત્તમ રહ્યું. આમ છતાં ‘દર્શક’ સાહિત્ય કરતાં પણ જીવનની બાબતને મહત્વ આપતાં હોવાનું રહસ્ય વ્યક્ત કરેલ, તેમ ઉમેર્યું.

કાર્યક્રમ પ્રારંભે લોકભારતીનાં વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર ભૂમિકા ઉદ્બોધનમાં જણાવ્યું કે, શ્રી રજનીબેન ગાંધીની પ્રેરણાથી કુલ ૭૪ સન્માન થયાં છે, સૌના પ્રતિનિધિરૂપ છે, જેમાંથી સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તેમણે ‘દર્શક’ કહેતાં કે, જીવનમાં સંતોષ મહત્વની બાબત છે, ધન એ સંપત્તિ નથી, જીવન એ સંપત્તિ છે. આજે જે પૂર્વ વિદ્યાર્થીઓ પોંખાઈ રહ્યાં છે તેઓ પ્રસન્ન વ્યક્તિઓ છે અને લોકભારતીને યશ અપાવી રહ્યાં છે.આ પ્રસંગે શ્રી મનસુખભાઈ સલ્લાએ મુખ્ય મહેમાન શ્રી રતિલાલ બોરીસાગરનો પરિચય આપતાં તેઓની હાસ્યલેખન સાથેની સાહિત્ય સેવા, વિદ્યાપ્રીતિ તેમજ વિદ્યાગુરુ સંસ્થા સ્થાપના સાથે તેમનાં દ્વારા ૮૬ વર્ષની વયે પણ સાહિત્ય સાથે ઉમદા માણસ તરીકેની સતત ચાલતી યાત્રા બિરદાવી

.લોકભારતીનાં ગૌરવ રહેલ પૂર્વ વિધાર્થીઓનું સન્માન થયું જે ઉપક્રમમાં સંસ્થાનાં નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ રહ્યાં અને સન્માનિત પ્રતિભાઓની દૃશ્યશ્રાવ્ય પ્રસ્તુતિ દર્શાવી, જેમાં ધ્વનિ અને ઉત્સવ વિભાગનું સંકલન રહ્યું.પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી દોસ્તભાઈ બલોચ (સર્વોદય), શ્રી રતિલાલ સુદાણી (જળ સંસાધન), શ્રી પંકજભાઈ દવે (ગ્રામોત્થાન), શ્રી તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને શ્રી રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં ચંદન તિલક સાથે મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરાયાં. શ્રી ભદ્રાયુભાઈ વછરાજાનીએ સન્માનિતોને બિરદાવ્યાં.શ્રી ધરતીબેન જોગરાણાનાં પ્રારંભિક સંચાલન સાથે સંગીત વૃંદ દ્વારા સુંદર ગાન પ્રસ્તુત થયેલ. આ પ્રસંગે વક્તા શ્રી રતિલાલ બોરીસાગરને ચાદર અર્પણ કરી અભિવાદન સાથે શ્રી રામચંદ્રભાઈ પંચોળીએ આભાર દર્શન વ્યક્ત કરેલ.લોકભારતીનાં આ કાર્યક્રમમાં શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, શ્રી હિંમતભાઈ ગોડા,  સાથે સંસ્થાનાં પૂર્વ અને વર્તમાન પરિવારજનો, ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણાર કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts