fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રા

અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે…!

લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિઈશ્વરિયા શનિવાર તા.૨૩-૧૧-૨૦૨૪(મૂકેશ પંડિત)વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે…!લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ સ્નેહ સંગીત યાત્રામાં લોકવાદ્યો અને નૃત્ય સાથે મણિપુરી લોકગીતોની કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ.મણિપુરી ગાયિકા અને સંશોધક શ્રી માંગકા માયાંગલાંબામ અને ગાંધીગાયિકા શ્રી મેઘા ડાલ્ટન દ્વારા અનુક્રમે મણિપુરી અને હિન્દી તથા ગુજરાતી ગાન પ્રસ્તુત થયાં. આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે…! આ સ્થિતિમાં ગુજરાત તેઓની સાથે છે તેવી લાગણી પણ તેઓએ જણાવી.વિશ્વગ્રામનાં જાણીતા કાર્યકર્તા શ્રી સંજય ભાવસારે આયોજન સાથે મણિપુર અને અખંડ ભારત તેમજ સાંપ્રત સ્થિતિનાં ચિંતાજનક ચિતાર સાથે ગાંધી મૂલ્યો તેમજ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સામાજિક મૂલ્યો માટે કાર્યરત રહેવા ટકોર સાથે અપેક્ષા વ્યક્ત કરેલ.સંસ્થાનાં શ્રી વિશાલ ભાદાણીએ આ પ્રસંગે આયોજનને બિરદાવી આવકાર આપેલ અને ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુર સંદર્ભે કેટલીક ઉદાસીનતા સામે પ્રકાશ પાડ્યો. લોકભારતીનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી હસમુખભાઈ દેવમુરારી, શ્રી રામચંદ્ર ભાઈ પંચોળી, શ્રી કાંતિભાઈ ગોથી, શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા, શ્રી વિશાલભાઈ જોષી સહિત કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ આ પ્રસ્તુતિમાં ચિંતન તેમજ નૃત્યમાં સાથે જોડાયાં.

Follow Me:

Related Posts