અમદાવાદની ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ આપવાના હેતુથી ‘યુએસએ ફિલ્મ’, ‘સિતારે હમ ઝમીન કે’ની ટીમનું આગમન થયું છે. આ રિયાલિટી શોના પ્રોડ્યુસર શાહનવાઝ ખાને ગુજરાતમાં એક્ટિંગ, મોડલિંગ, સિંગિગ અને ડાન્સિંગની અદભૂત કલાને જાેઈ છે અને તેને શો કેસ કરવાનો નિર્ધાર તેમણે કર્યો છે. ‘સિતારે હમ ઝમીન કે’ રીયાલિટી શો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જેમાં ૪ સેલિબ્રિટી મેન્ટોર, ૪ જજીસ સામેલ હશે. આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છુક ટેલેન્ટેડ કન્ટેસ્ટન્ટને એક જગ્યાએ બોલાવી તેમનું ગ્રૂમિંગ સેશન યોજવામાં આવશે. ત્યાર બાદ વીડિયો શૂટિંગ કરાશે. સામેલ થયેલા કન્ટેસ્ટન્ટને સ્ટેજ પર પરફોર્મ કરવાનું રહેશે. વિનરને અપકમિંગ હિન્દી ફિલ્મમાં ચાન્સ આપવામાં આવશે. કોરિયોગ્રાફર, સિંગર, એકટર સહિતનું યોગદાન આપવા માટે પસંદ કરાશે.
લોકલ ટેલેન્ટને પ્લેટફોર્મ આપશે ‘સિતારે હમ ઝમીન કે’

Recent Comments