અમરેલી

લોકશાહીનું મહાપર્વઃ તા.૭ મે, ૨૦૨૪ મંગળવાર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાતાઓને મતદાન માટે મતદાન ઓળખ કાર્ડ (Elector’s Photo Identity Card) સિવાયના ૧૨ માન્ય દસ્તાવેજો રજૂ કર્યેથી મતદાનનો તેમનો અધિકાર અને ફરજ નિભાવવા મળે છે. ચૂંટણી કાર્ડ (EPIC) ઉપરાંત પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઈસન્સ, સરકારના વિવિધ એકમો-કચેરીઓમાં કાર્ય કરતા હોય તેમને આપવાામાં આવેલા ઓળખ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક, પાન કાર્ડ, એનપીઆર આરજીઆઇ સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આરોગ્ય વિમા સ્માર્ટ કાર્ડ, ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજો, એમપી, એમએલએ,એમએલસીને આપવામાં આવેલા ઓફિશ્યિલ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા યુનિક –  દિવ્યાંગ ઓળખ કાર્ડ સહિતના  ૧૨ વૈકલ્પિક પુરાવાઓ મતદાન માટે માન્ય રહેશે. નાગરિકોને મતદાતાઓને મતદાન માટે મતદાન ઓળખ કાર્ડ (Elector’s Photo Identity Card) ઉપલબ્ધ ન હોય તો તેઓ આ સિવાયના ૧૨ માન્ય દસ્તાવેજોનો પણ મતદાન માટે ઉપયોગ કરી શકે છે. અમરેલી જિલ્લાના મતદાતાઓને મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts