ભાવનગર

લોકશાહી પ્રક્રિયામાં સહભાગી થવાની આ અમૂલ્ય તક છે- ગાંધી કોલેજની વિદ્યાર્થીની શારદા

મતદાર સાક્ષરતા ક્લબ માટે કેમ્પસ એમ્બેસેડર એવી ગાંધી કોલેજની વિદ્યાર્થીની શારદાએ જણાવ્યું કે, લોકશાહી પ્રક્રિયામાં સીધી રીતે જોડાવાની તક ચૂંટણી આપણને આપે છે. આપણે તેમાં સક્રિય રીતે સહભાગી થવું જ જોઇએ તે આપણી નૈતિક સાથે રાષ્ટ્રીય ફરજ છે. શારદાએ કહ્યું કે, હું મારી બહેનપણીઓને મતદાર તરીકેની નોંધણી કરાવવાં માટે સમજાવીશ. તેણે વધુમાં કહ્યું કે, તે ગામડામાંથી આવે છે

તેથી તેને ખબર છે કે, ગ્રામ્ય સ્તરે આ બાબતની વધુ સમજ અને જાણકારી નથી તેથી સરપંચને જણાવીને તે ગામ લોકોને મતદાર નોંધણી માટે
જાગૃત કરશે. આ ઉપરાંત તે ટીમ બનાવીને તેની કોલેજના કેમ્પસમાં ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મતદાર તરીકેની નોંધણી કરાવવાં
માટેની સમજણ આપશે. આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવાં માટે ૧૮ વર્ષ પૂર્ણ થયે અચૂક નોંધણી કરાવવી જોઇએ જ તેમ તેણીનીએ વધુમાં ઉમેર્યું હતું.

Related Posts